)
સંદીપ વસાવા/બારડોલી: સુરત જિલ્લામાં એક સપ્તાહમાં બે દુષ્કર્મ ની ઘટના સામે આવી, બારડોલીમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી. પ્રેમીના ત્રણ સાથી મિત્રોએ પણ સગીરાને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, સગીરાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીના કલાકો માં પોલીસે ચાર નરાધમો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.
ઘટનાએ બની હતી કે એક વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ હુડકો સોસાયટીમાં રહેતા રોનીત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી. અને મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા. જોકે આ વાત અહીંથી નહીં અટકતા રોનીત પાંડે ના સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથે મિત્રોને પણ જાણ કરી હતી. જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સથી મિત્રો ની પણ સગીરા ઉપર દાનત બગડી હતી.
સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ ત્રણેય સાથી મિત્રો એ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. અન્ય ત્રણ ઈસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાશું તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાનશું તોમર શની રાજપુત અને કૃણાલ પારેખે પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે ધાક ધમકીઓ આપી મજબૂર કરી હતી.
હરકતમાં આવેલી બારડોલી પોલીસે રોનિત પાંડે, દીપાંશુ તોમર, સની રાજપુત તેમજ કૃણાલ પારેખ નામના ચાર હવાસખોરો અટકાયત કરી લેવાઈ હતી. જો કે આ ચાર પૈકી બારડોલી ના રજની ગંધા રો હાઉસમાં રહેતો કૃણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી અને યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી ચૂક્યો હોવાની પણ વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે.