મહેસાણા-ઊંઝા હાઈવે પર ગોઝારા અકસ્માતમાં કારના ફૂરચા ઉડ્યા, સાતના દર્દનાક મોત

સાગોઝારા અકસ્માતો રોકાવાનું નામ લેતા નથી. મહેસાણા ઊંઝા હાઈવે પર હચમચાવી નાખે તેવી અકસ્માતની ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ મૃતકો અમદાવાદના હતા. બસ અને કારની ટક્કર એટલી ભયાનક હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં. 
  • તમામ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં.
  • મૃતક યુવકો જન્મદિવસની ઉજવણીમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરી રહ્યાં હતાં.
  • કારનું ટાયર ફાટતા લક્ઝરી બસ સાથે થઈ ગોઝારી ટક્કર 

Trending Photos

મહેસાણા-ઊંઝા હાઈવે પર ગોઝારા અકસ્માતમાં કારના ફૂરચા ઉડ્યા, સાતના દર્દનાક મોત

મહેસાણા: સાગોઝારા અકસ્માતો રોકાવાનું નામ લેતા નથી. મહેસાણા ઊંઝા હાઈવે પર હચમચાવી નાખે તેવી અકસ્માતની ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ મૃતકો અમદાવાદના હતા. બસ અને કારની ટક્કર એટલી ભયાનક હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં. 

અકસ્માત અંગે જે પ્રાથમિક માહિતી મળી તે મુજબ મહેસાણા હાઈવે પર મોટીદાઉ ગામ પાસે એક લકઝરી બસ અને કાર વચ્ચે ખુબ જ ભયાનક ટક્કર થઈ હતી. દુર્ઘટનાની ગંભીરતા અને કેટલી ભયાનક હશે તે એના પરથી જ  જાણી શકાય કે કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. મૃતદેહોને મહેસાણા હોસ્પિટલ ખસેડાયા હતાં. એવી પણ માહિતી છે કે કાર કે જે અમદાવાદ આવી રહી તેનું ટાયર ફાટ્યું હતું અને ત્યારબાદ બસ સાથે તેની ટક્કર થઈ હતી. 

લક્ઝરી બસ અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી જ્યારે કાર પાલનપુરથી અમદાવાદ તરફ આવી રહી હતી. દુર્ઘટનાગ્રસ્ત કારમાં અમદાવાદના સાત યુવકો સવાર હતાં. યુવકો કોઈ જન્મદિવસની ઉજવણીમાં ભાગ લઈને અમદાવાદ પાછા ફરી રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news