ચંડોળામાં ઐતિહાસિક ડિમોલિશન પૂર્ણ, હજારો દબાણ ધરાશાયી, હવે શું છે સરકારનો પ્લાન?

ઓપરેશન ક્લીન ચંડોળા 2.0એ ન માત્ર ગેરકાયદે દબાણો હટાવ્યા, પરંતુ ગુજરાતના વિકાસ અને કાયદાના શાસનનો સંદેશ પણ આપ્યો. આ સફળતા ગુજરાતના નાગરિકો અને વહીવટીતંત્રના સંકલ્પનું પ્રતીક છે. અમદાવાદથી જામનગર સુધી, ગુજરાતે દેખાડી દીધું કે કાયદો સૌથી ઉપર છે..
 

 ચંડોળામાં ઐતિહાસિક ડિમોલિશન પૂર્ણ, હજારો દબાણ ધરાશાયી, હવે શું છે સરકારનો પ્લાન?

અમદાવાદઃ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન મક્કમ અને મજબૂત ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યું. જે અશક્ય હતું તે શક્ય થઈ શક્યું. ચંડોળા તળાવ પર વર્ષોથી ખડકાયેલું દબાણ તોડવું અશ્કય લાગતું હતું પણ તેને તોડીને ભાજપ સરકારે ઈતિહાસ રચી દીધો. બે ભાગમાં કરવામાં આવેલું ઐતિહાસિક ડિમોલિશન પૂર્ણ કરવામાં આવ્યું. ઓપરેશન ચંડોળા ટુમાં 8 હજાર 500 જેટલા દબાણો તોડીને અઢી લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી...તો અમદાવાદની સાથે રાજ્યના અન્ય શહેરોમાં પણ બુલડોઝરની ગર્જના થઈ...ત્યારે ચંડોળાનું ડિમોલિશન તો પૂર્ણ થઈ ગયું પરંતુ હવે સરકારનો શું છે પ્લાન?....જુઓ આ અહેવાલમાં....

ઓપરેશન ક્લીન ચંડોળા
ગુજરાતના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે...અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવને ગેરકાયદે દબાણોથી મુક્ત કરવા માટે ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ સાથે જ જામનગરમાં પણ ગેરકાયદે દબાણો સામે બુલડોઝરની ગર્જના સંભળાઈ. ગુજરાત સરકારની આ ઐતિહાસિક કાર્યવાહીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8,500થી વધુ ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી... સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ સુધીના વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓ, પાકાં મકાનો અને 24 ધાર્મિક દબાણો, જેમાં મસ્જિદો અને મંદિરોનો સમાવેશ થાય છે, તેને તોડી પાડવામાં આવ્યા...

ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 
ચંડોળા તળાવથી 8,500થી વધુ ગેરકાયદે દબાણો હટાવાયા
ફેઝ-2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી

દબાણ હટાવ્યા બાદ AMCએ ફરીથી દબાણ ન થાય તે માટે તળાવની આસપાસ દિવાલ બનાવી દીધી છે. વિસ્થાપિત લોકો માટે શેલ્ટર હોમમાં રહેવા-ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આખી કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ.

અમદાવાદ પછી દાદાનું બુલડોઝર જામનગરમાં પણ ગરજ્યું. જામનગરમાં અનેક ગેરકાયદે દબાણો અને ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે સૌથી મોટી સ્ટ્રાઈક તરીકે નોંધાઈ છે.

ઓપરેશન ચંડોળા સફળ થયા બાદ હવે સરકારનો આગામી પ્લાન પણ તૈયાર છે. ચંડોળા તળાવની ફરતે દિવાલ બનાવવામાં આવશે અને SRP પોઇન્ટ સ્થાપવામાં આવશે. આગામી સમયમાં તળાવને ઊંડું કરી, કાંકરિયા તળાવની જેમ તેનું બ્યુટિફિકેશન કરવામાં આવશે , જેથી અમદાવાદની આ ઐતિહાસિક ધરોહર ફરીથી શહેરની શાન બને...

હવે સરકારનો પ્લાન શું? 
ચંડોળા તળાવની ફરતે દિવાલ બનાવવામાં આવશે
ચંડોળા પર SRP પોઇન્ટ સ્થાપવામાં આવશે
આગામી સમયમાં તળાવને ઊંડું કરાશે
કાંકરિયા તળાવની જેમ ચંડાળાનું બ્યુટિફિકેશન કરાશે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news