નર્મદા કેનાલમાં ગાબડું પડતા 200 ખેતરોમાં ઘૂસ્યા પાણી, પાકને થયું નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ

રાજ્યમાં આવેલી નર્મદા કેનાલમાં વારેવારે ગાબડાં પડવાની ઘટના બનતી રહે છે. કેનાલમાં ગાબડાં પડવાને કારણે ખેડૂતો અને આસપાસ રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી વહી જવાને કારણે પાકને પણ નુકસાન થાય છે.

 નર્મદા કેનાલમાં ગાબડું પડતા 200 ખેતરોમાં ઘૂસ્યા પાણી, પાકને થયું નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ

વડોદરાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા...મા નર્મદાના નીરથી આખા ગુજરાતની તરસ છીપાય છે...તો ખેડૂતો પણ ત્રણેય સીજન લઈ શકે છે...પણ નર્મદાની જે કેનાલ નેટવર્ક છે તેમાં ભ્રષ્ટ બાબુઓેને કારણે અનેકવાર ગાબડા પડી જાય છે...આ ગાબડાથી મહામુલા પાણીનો વેડફાટ થાય છે સાથે જ આસપાસના ગામ અને ખેતરોમાં પાણી ફરી વળતાં ભારે નુકસાની પણ વેઠવાનો વારો આવે છે...આવું જ કંઈક વડોદરા જિલ્લામાં થયું છે...શું થયું?...જુઓ આ અહેવાલમાં...

ભ્રષ્ટાચારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર્સને કારણે ભયાનક સ્થિતિ સર્જાય છે...દ્રશ્યો વડોદરાના પાદરાના છે...જ્યાં હલકી ગુણવત્તાના કામને કારણે એવું ગાબડું પડ્યું કે લાખો લીટર પાણી વહી ગયું....કેનાલામાં ગાબડાને કારણે મહામુલુ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું...જેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું.

ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે...તૈયાર પાક લહેરાઈ રહ્યો હતો ત્યાં જ બિનજરૂરી પાણી ખેતરમાં આવી જતાં પાક કોહવાઈ જવાનો ડર અન્નદાતાને સતાવી રહ્યો છે.

ન માત્ર ખેતરો પરંતુ અનેક ગામમાં પણી પાણી ઘૂસી જતાં ગામલોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે...ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે...

તમને સુરત જિલ્લામાં એક કેનાલમાં પડેલું ગાબડું તો યાદ જ હશે...મસમોટા ગાબડાને કારણે બહુ મોટી નુકસાની વેઠવાનો વારો લોકોને આવ્યો હતો...બેથી ત્રણ દિવસ બાદ ગાબડુ પુરાઈ શક્યું હતું...પરંતુ ત્યાં સુધીમાં જ તો કેનાલના પાણીએ મોટી નુકસાની વેરી દીધી હતી...અહીં સવાલ થાય છે કે કેમ વારંવાર કેનાલ તુટી જાય છે?, કેમ કેનાલમાં ગાબડા પડે છે?, શું કેનાલના કામમાં અધિકારીઓનું કોન્ટ્રાક્ટર્સ સાથે સેટિંગ હોય છે?, ભ્રષ્ટાચાર વગર અધિકારીઓ કોઈ કામ નથી કરતાં?, આવા તો અનેક સવાલ છે જેનો જવાબ જનતા માગી રહી છે...ભ્રષ્ટ બાબુઓ અને હલકી ગુણવત્તાનું કામ કરતાં કોન્ટ્રાક્ટર્સ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે...ત્યારે જોવું રહ્યું કે આગળ શું થાય છે?.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news