Mehsana: આવતીકાલથી શક્તિપીઠ બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખૂલશે, જાણો કયા નિયમોનું કરવુ પડશે પાલન

સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝિગની પુરતી વ્યવસ્થા સાથે ખુલ્લા મુકવામાં આવનારા મંદિરમાં શ્રદ્ધાળુ માત્ર દર્શનનો લાભ લઇ શકશે. ચૌલકિયા આદિ ધાર્મિક વિધી ઉપર ભક્તોને પ્રવેશ મળશે કે કેમ તેના વિશે કોઈ માહિતી નથી.

Mehsana: આવતીકાલથી શક્તિપીઠ બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખૂલશે, જાણો કયા નિયમોનું કરવુ પડશે પાલન

ઝી ન્યૂઝ/મહેસાણા: ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે કેટલાક મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્યમાં હવે સંક્રમણ ઘટતા શક્તિપીઠ મંદિરો ફરીથી અનલોક કરવામાં આવી રહ્યા છે. મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજી મંદિર આવતી કાલથી (1 ફેબ્રુઆરી) દર્શન માટે ખુલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને મળશે પ્રવેશ. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરાશે.

શું રહેશે દર્શન માટે ગાઈડલાઈન?
આવતીકાલથી (1 ફેબ્રુઆરી) શક્તિપીઠ બહુચરાજી મંદિર ભક્તો માટે ખોલી નાંખવામાં આવશે. ભક્તો આવતીકાલથી બહુચરાજી મંદિરમાં માતાજીના દર્શન કરી શકશે. સવારે 7 થી સાંજે 6:45 સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. પરંતુ હા... સવારની તેમજ સાંજની આરતીમાં ભક્તોને  પ્રવેશ નહિ મળે. ભક્તો એ મંદિરમાં પ્રવેશ માટે સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક વિના ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

લાલબત્તી સમાન કિસ્સો, વીડિયો બનાવવાના ચક્કરમાં નવયુવાનને મળ્યું રહસ્યમય મોત

યાત્રાાધામ બહુચરાજી અને શંખલપુર સ્થિત બહુચર માતાજીના મંદિરો મંગળવારથી દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝિગની પુરતી વ્યવસ્થા સાથે ખુલ્લા મુકવામાં આવનારા મંદિરમાં શ્રદ્ધાળુ માત્ર દર્શનનો લાભ લઇ શકશે. ચૌલકિયા આદિ ધાર્મિક વિધી ઉપર ભક્તોને પ્રવેશ મળશે કે કેમ તેના વિશે કોઈ માહિતી નથી. જ્યારે માઇભક્તો આરતીમાં પણ ભાગ નહી લઇ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news