બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો : 15 બેઠકો બિનહરીફ, દાંતા બેઠક પર પણ ભવ્ય વિજય
Banas Diary Election : બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો બિનહરીફ થઈ હતી, તો એક બચેલી દાંતા બેઠક પર પણ શંકર ચૌધરીના ઉમેદવારનો વિજય થયો
Trending Photos
)
Shankar Chaudhary Won Banas Dairy Election : ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો છે. એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ 16 બેછકો પર શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. મેન્ટેડ પ્રથાના વિરોધ વચ્ચે તથા આંતરિક જુથવાદ વચ્ચે શંકર ચૌધરીની જીત થઈ છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠક બિનહરીફ થયા બાદ 16મી દાંતા બેઠક પર બળવો થયો અને ચૂંટણી થઈ જો કે આ ચૂંટણીમાં પણ શંકર ચૌધરીની પેનલના ભાજપના મેન્ડેડ ધારી અમરત પરમારનો વિજય થતા ભાજપ સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો છૅ. બનાસ ડેરીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છૅ.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં નવા નિયામક મંડળની ચૂંટણી યોજાઈ જેમાં કેટલીક બેઠકો પર ભાજપ સામે ભાજના જ દિગ્ગજો મેદાને ઉતરતા આ ચૂંટણમાં રાજકીય ગરમાવો સર્જાયો હતો. પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે મેન્ડેડ જાહેર કર્યા બાદ દિગ્ગજોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા બનાસડેરીના 16 નિયામકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચુકી હતી. જોકે દાંતા બેઠક પર ભાજપે અમરત પરમારને મેન્ડેડ આપતા વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે ભાજપ મેન્ડેડ સામે બળવો કરતા દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ગઈકાલે દાંતા બેઠકની ચૂંટણીને લઇ મતદાન થયું જેમાં 85 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો દાંતા બેઠક પર સો ટકા મતદાન થયું જ્યારે આજે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઇ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ જેમાં ભાજપના મેન્ટેડધારી અમરત પરમારને 55 મત મળ્યા તો બળવો કરનાર દિલીપસિંહ બારડને 30 મત જ મળતા ભાજપના મેન્ડેડધારી અમરત પરમારનો 25 મતોથી વિજય થયો છે. ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત જોવા મળ્યો છૅ. વધુ એક વખત બનાસ ડેરીમાં શંકર ચૌધરીની પેનલનું જોર જોવા મળ્યું.
16 માંથી 15 બેઠક બિનહરીફ બની હતી
10 ઓક્ટોબરના રોજ બનાસડેરીના 16 ડિરેકટરો માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે, બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં અગાઉ 16 માંથી 15 બેઠકો બિન હરીફ થઈ હતી. એકમાત્ર દાંતા બેઠક પર ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેના બાદ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી.
દાંતા માટે જંગ ખેલાયો હતો
ગઈકાલે દાંતા વિભાગના ડિરેકટર માટેની ચૂંટણીમાં 100 % મતદાન થયું હતું. દાંતા બેઠક પર 85 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપના મેન્ડેડધારી અમરત પરમાર અને વર્તમાન ડિરેકટર દિલીપસિંહ બારડ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
મેન્ડેટધારી ઉમેદવારની જીત થઈ
બનાસડેરીની દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટધારી ઉમેદવાર અમરત પરમારની જીત થઈ છે. 85 માંથી 55 મત અમરત પરમારને મળતા દાંતા બેઠક પર અમરત પરમારનો વિજય થયો છે. તો બળવો કરનાર પૂર્વ ડિરેકટર દિલીસિંહ બારડનો પરાજય થયો હતો. મતગણતરી કેન્દ્ર ઉપર બંને ઉમેદવારોના સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

હરી ચૌધરી સામે ભરત પટેલે વાંધો ઉઠાવ્યો હતો
ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પરથી બનાસ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવનાર પૂર્વ કેન્દ્રિય મંત્રી હરી ચૌધરીના ઉમેદવારી ફોર્મ સામે તેમના હરીફ ઉમેદવાર ભરત પટેલે વાંધો રજૂ કર્યો હતો. ભરત ચૌધરીએ ચૂંટણી અધિકારીને લેખિતમાં વાંધો રજૂ કરતા રાજકારણ ગરમાયું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પોતાની મંડળીનો ઠરાવ નિયમો અનુસાર ન કર્યો હોવાનો વાંધો રજૂ કર્યો હતો. પરંતુ ગણતરીના કલાકો બાદ આ વાંધો ભરત પટેલે પરત ખેંચી લીધો છે. જોકે વાંધો પરત ખેંચવા મામલે ભાજપે ભરત પટેલને પ્રેશર કર્યું હોવાનું લોકમુકે ચર્ચાયું હતું. પોતાનો વાંધો પરત ખેંચ્યા બાદ ભરત પટેલે જવાબ આપવાનો ટાળ્યો હતો.
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ કર્યા જાહેર
ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીઓમાં ભાજપે મેન્ડેટની યાદી જાહેર કરી હતી. ભાજપે છેલ્લી ઘડીએ બનાસ ડેરીની ચૂંટણીમાં મેન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં અનેક દિગ્ગજોના પત્તા કપાયા હતા. પાલનપુર બેઠક પર ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું પત્તુ કાપી વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને મેન્ડેટ આપ્યું હતું. વડગામ બેઠક પરથી વર્તમાન ડિરેકટર દિનેશ ભટોળનું પત્તુ કાપી ફ્લજી ચૌધરીનું મેન્ડેટ આપ્યું હતું. તો દાંતા બેઠક પર વર્તમાન ડિરેકટર દિલીપસિંહ બારડનું પત્તુ કાપી અમરતજી પરમારનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી એ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો. બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ માખણ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે. બનાસ ડેરી ૧.૮ લાખ જેટલાં શેરધારકો ધરાવે છે. જે ૧૨૦૦ જેટલાં ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલા છે. હાલમાં બનાસ ડેરીના ચેરમેર તરીકે રાજ્યના પૂર્વ મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી કાર્યરત છે. જેઓના વિઝનરી નેતૃત્વના કારણે હાલમાં બનાસ ડેરીનો ખૂબ જ ઝડપી વિકાસ થઇ રહ્યો છે અને એકથી એક પ્રોજેક્ટ પણ સાકાર થઇને પશુપાલકો અને તેના શેરધારકોને વ્યાપક ફાયદો કરાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














