ગુજરાતના દરિયામાં અકસ્માત, શિપ સાથે હોડી ટકરાઈ, એક માછીમાર મિસિંગ

રસ્તા પર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સમુદ્રમાં અકસ્માતના કિસ્સાઓ તમે ક્યારેય સાંભળ્યા છે ખરા? આવુ હકીકતમાં બન્યું છે. ગુજરાતના દરિયામાં અકસ્માત સર્જાયો છે. સુત્રાપાડા નજીકના સમુદ્રમાં એક હોડી અને એક શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા.
ગુજરાતના દરિયામાં અકસ્માત, શિપ સાથે હોડી ટકરાઈ, એક માછીમાર મિસિંગ

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ :રસ્તા પર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સમુદ્રમાં અકસ્માતના કિસ્સાઓ તમે ક્યારેય સાંભળ્યા છે ખરા? આવુ હકીકતમાં બન્યું છે. ગુજરાતના દરિયામાં અકસ્માત સર્જાયો છે. સુત્રાપાડા નજીકના સમુદ્રમાં એક હોડી અને એક શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા.

બુધવારે રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું અમદાવાદ, પારો 43.6 ડિગ્રી પર પહોંચ્યો  

પ્રાપ્ત માહિતી અનુસાર, સુત્રાપાત્રાના દરિયામાં એક હોડી અને એક મોટી શિપ ટકરાયા હતા. મૂળ દ્વારકાની હોડીને મોટી શિપે અડફેટે લીધી હતી. જેને કારણે હોડીમાં સવાર 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી ચાર માછીમારોનો આબાદ બચાવ થયો હતો. પણ એક માછીમાર હજી પણ લાપતા છે. 

આજે વહેલી સવારે દરિયામાં આ અકસ્માતની ઘટના બની હતી. જેને કારણે માછીમાર સમુદાયમાં ચિંતા વ્યાપી ગઈ હતી. લાપતા માછીમારની શોધખોળ માટે વેરાવળ સહિતના આજુબાજુના બંદરોની બોટો કામે લાગી ગઈ છે. આ મામલે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરાઈ છે. તો ટક્કર મારનાર શિપ કઈ હતી તે વિશે પણ શોધખોળ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news