2 મિનિટનો ખેલ! SUV કારે પહેલા બાઈકને ટક્કર મારી અને બસની પાછળ ઘૂસી, CCTV રુંવાડા ઉભા કરી દેશે
Ahmedabad Accident : અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત... બેફામ દોડતી કાર AMTS બસમાં ઘુસી જતા નીકળ્યો કચ્ચરઘાણ... એક વ્યક્તિનું મોત.. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડમાં જઈ રહેલી SUV કાર એએમટીએસ બસ સાથે ભટકાઈ હતી. જ્યાં એકનું મોત નિપજ્યુ છે, તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે કાર દોડાવતા લકઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઇ ગઈ હતી. આ અકસ્માતમાં કારના ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. કાર ચાલકે ચાંદખેડા BRTS બસ સ્ટેન્ડ પાસે એક બાઇકને પણ ટક્કર મારી હતી.
અમદાવાદના ચાંદખેડામાં થયેલા ગમખ્વાર અકસ્માતના ચોંકાવનારા CCTV આવ્યા સામે #Ahmedabad #Video #RoadAccident #CCTV #ZEE24Kalak pic.twitter.com/14OTORuchn
— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2025
અકસ્માતની પ્રાથમિક માહિતી
AMTS બસ ડ્રાઈવર પ્રણવભાઈના જણાવ્યા મુજબ, બસ નં TCM 41 ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા ઊભી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવતી SUV કાર બસ સાથે ભટકાઈ હતી. કાર ચાલકે ભૂલથી ઊભેલી બસની પાછળ અથડાઈ જતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. કારના ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા છે. કારમાં સવાર લોકો કોણ છે તેની માહિતી હજી સામે આવી નથી.
મુસાફરો બસમાં ચઢી રહ્યા હત્યા ત્યારે જ જોરદાર ટક્કર લાગી
ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. ટક્કરથી બસ આગળ ખસી ગઈ હતી. ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી.
કારની સ્પીડ એટલી વધારે હતી કે AMTS બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી. કારમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
બસમાં સવાર કેટલાક મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે