ચેકિંગ ન થાય એ માટે કારચાલકે પોલીસ પર ચડાવી દીધી કાર, ચોંકાવનારો Video

પોલીસે કાર ચલાવનાર આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

ચેકિંગ ન થાય એ માટે કારચાલકે પોલીસ પર ચડાવી દીધી કાર, ચોંકાવનારો Video

બનાસકાંઠા : રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવવા માટે પોલીસ ઘણીવાર સઘન ચેકિંગ હાથ ધરતી હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આ ચેકિંગ થોડું વધારે આકરું હોય છે જેથી દારૂની હેરફેર અટકાવી શકાય. આ સંજોગોમાં આવા જ એક ચેકિંગ અટકાવવા માટે પોલીસકર્મી પર કારચાલકે ગાડી ચડાવી દીધી હોવાનો ચોંકાવનારો વીડિયો પ્રકાશમાં આવ્યો છે.

આ વીડિયોમાં દેખાય છે કે આજે સવારે ખેડબ્રહ્મા-અંબાજી વચ્ચેના હડાદ ખાતે ચેકિંગ કરી રહેલા પોલીસકર્મીએ રોકતા કારચાલક ગાડી દોડાવી દીધી હતી. જેથી આગળ ઊભેલા કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતાં તેના પર ગાડી ચલાવી દીધી હતી અને ઉછાળ્યો હતો. આ અકસ્માતના પગલે પોલીસને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઉછળીને રોડની બાજુમાં પડ્યો હતો.

ચેકપોસ્ટ પર પોલીસકર્મી પર કાર ચલાવીને ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. તો ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કાર ચલાવનાર આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news