Video : જામનગરમાં માતાએ બે બાળકોને તળાવમાં ધકેલીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

હકીકતમાં ચાર દિવસ પહેલાં લાખોટા તળાવમાં આ દુર્ઘટના બની હતી

Video : જામનગરમાં માતાએ બે બાળકોને તળાવમાં ધકેલીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

જામનગર : હાલમાં જામનગરના એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંના ફેમસ લાખોટા તળાવની ઘટનામાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

હકીકતમાં ચાર દિવસ પહેલાં લાખોટા તળાવમાં આ દુર્ઘટના બની હતી. આ મામલે ફાયરમાં અકસ્માતે પડી જવાની નોંધ કરાઈ હતી. જોકે હવે સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આ્વ્યા છે. આ દ્રશ્યો પ્રમાણે માતાએ બાળકોનો તળાવમાં ઘા કરી પોતે પણ એમાં ઝંપલાવી દીધું હતું. જોકે ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્રણેયને બચાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news