ચાર વર્ષના બાળક સાથે ક્રુરતાભરી ઘટના, ચાઈલ્ડ સેન્ટરની સંચાલિકાએ માસુમના પગ પર બેસીને ધમકાવ્યો, CCTV
Vadodara Child Harassment : વડોદરાના ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકે કર્યો બાળક પર અત્યાચાર...સેન્ટરમાં 4 વર્ષના બાળકના પગ પર બેસી જઈને ધમકાવ્યો...સમગ્ર ઘટનાના CCTV સામે આવતા સેન્ટરના સંચાલક સામે ગુનો દાખલ કરાયો..
Trending Photos
Vadodara News : વડોદરામાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક પર અમાનુષી અત્યાચાર કરાયાની ઘટના બની છે. સેન્ટરના સંચાલિકાની હરકતનો વીડિયો સામે આવ્યો છે. બાળકને ડરાવવા કેવી હરકત કરાય છે તેની હકીકત વીડિયોમાં સામે આવી છે. સેન્ટરની સંચાલિકા ચાર વર્ષના બાળકને જબરદસ્તી બેસાડીને તેના પગ પર બેસી ગઈ.
સાડા ચાર વર્ષના બાળક સાથે અમાનુષી અત્યાચારનો મામલો સામે આવ્યો છે. વડોદરાના ન્યૂ હોરિઝોન ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડો મીરા અને સહાયક પૂજા પર ચાર વર્ષના બાળક પર અમાનુષી અત્યાચાર કર્યાનો આરોપ લાગ્યો છે. ખૂણામાં બેસાડીને બાળકને ધમકાવતી સંચાલિકા વીડિયોમાં કેદ થઈ છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં સેન્ટરના સંચાલિકા સામે ગુનો નોંધાયો છે.
સંચાલિકા બાળકના પગ પર બેસી ગઈ
બન્યું એમ હતું કે, વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ એક વેપારીએ પોતાના ચાર વર્ષના દીકરાનું ન્યુ હોરાઈઝન્સ ડેવલપમેન્ટ સેન્ટરમાં એડમિશન કરાવ્યું હતું. તેમનું બાળક ઓછુ બોલતો હોવાથી અને અન્ય બાળકો સાથે યોગ્ય રીતે વાતચીત કરતો ન હોવાથી તેને સેન્ટરમાં તાલીમ માટે મૂક્યો હતો. વેપારીએ ફરિયાદ નોઁધાવી કે, ત 15 માર્ચ, 2025ના રોજ બપોરે 1:30 થી 2:15 વાગ્યા દરમિયાન સેન્ટરના ડેડ ડો. મીરા મેડમ રૂમમાં ગયા હતા. રૂમમાં જઈને તેમના પુત્રને હાથથી પકડીને ખૂણામાં બેસાડી દીધો હતો. ડો. મીરા તેમના પગ બાળકના પગ પર મૂકીને બેસી ગયા હતા. બાળકના મોઢા પાસે જઈને તેને ડરાવ્યો અને ધમકાવ્યો હતો. ત્યાંથી ઉભા થઈને આંગળી બતાવીને બાળકને ખૂણામાં જ બેસાડી દીધો હતો.
ઈદમાં નવા કપડા લેવા અને ખાણીપીણી માટે સગીરે ATM મશીન તોડ્યું, CCTV માં ખૂલ્યો ભાંડો
સીસીટીવી ચેક કરવા પણ અમને ધક્કા ખવડાવ્યા - બાળકની માતા
બાળકના માતાએ આ ઘટના અંગે કહ્યું કે, સેન્ટરના સંચાલિકા સામે પોલીસ અને સરકાર કડક કાર્યવાહી કરે. અમે અમારા બાળકના ડેવલપમેન્ટ માટે, બોલતા શીખે તે માટે અહીંયા મૂક્યો હતો. સેન્ટરના ડો મીરાએ મારા બાળકને નીચે પટક્યું હતું. તેના પગ પર બેસીને ધમકાવ્યો. મકરપુરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે. આ સેન્ટર બંધ થવું જોઈએ. ત્રણ મહિનાના મારી પાસે 39000 રૂપિયા લીધા હતા. ડો મીરા પોતાની કરતૂત સ્વીકારવા તૈયાર નથી. સીસીટીવી ચેક કરવા પણ સેન્ટરે અમને ધક્કા ખવડાવ્યા હતા. અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો પણ તેના માતા પિતા સામે આવવા નથી માંગતા.
બંને આરોપીને નોટિસ આપવામાં આવી છે - એસીપી
આ ઘટના અંગે એસીપી પ્રણવ કટારિયાએ કહ્યું કે, 29 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીના 4 વર્ષનો દીકરો ન્યૂ હોરિઝોન ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળકને મૂક્યો હતો. માતાપિતાએ સેન્ટરના ડોક્ટર અને સહાયિકાએ અમાનવીય વ્યવહાર કર્યાની ફરિયાદ નોંધાવી છે. 15 માર્ચની ઘટના છે, 27 માર્ચે સીસીટીવી દેખાડ્યા હતા. નોટિસેબલ ગુનો છે બંને આરોપીને નોટિસ આપવામાં આવી. બંને આરોપીને હાજર થવા નોટિસ આપી, જવાબ લીધા બાદ વધુ કાર્યવાહી કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે