અમદાવાદ એરપોર્ટ પર કિંમતી સામાન સાથે કરતા હો મુસાફરી તો સાવધાન! આંખ ઉઘાડી નાખતો કિસ્સો

અમદાવાદના એરપોર્ટ પર ફલાઇટમાં કિંમતી સમાન લઈને મુસાફરી કરતા પહેલાં એકવાર સાવચેત થઈ જવાની જરૂર છે 

અમદાવાદ એરપોર્ટ પર કિંમતી સામાન સાથે કરતા હો મુસાફરી તો સાવધાન! આંખ ઉઘાડી નાખતો કિસ્સો

અમદાવાદ : અમદાવાદના એરપોર્ટ પર ફલાઇટમાં કિંમતી સમાન લઈને મુસાફરી કરતા પહેલાં એકવાર સાવચેત થઈ જવાની જરૂર છે કેમ કે તમારા કિંમતી સમાનની ચોરી થઇ શકે છે. અમદાવાદના એરપોર્ટનો એક ચોંકાવનારો કિંસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના સરદારનગર પોલીસે એરપોર્ટ પર ચોરી કરતા ત્રણ ચોરની ધરપકડ કરી છે.

આ ત્રણેય ચોર ઈન્ડિગો કંપનીમાં કર્મચારી હતા અને મુસાફરના કિંમતી માલસામાનની ચોરી કરતા હતા. આ ત્રણેય આરોપી ધર્મેશ વાઘેલા, પ્રશાંત નાઈ અને સન્ની સોલંકી ઈન્ડિગો કંપનીમાં લોડર તરીકે અમદાવાદ એરપોર્ટ પર કામ કરે છે.

ભૂતકાળમાં અનેક વખત ઈન્ડિગો ફ્લાઈટમાં માલસામાનની ચોરીની ફરિયાદો ઉઠતી હતી. આ સંજોગોમાં ખુદ ઈન્ડિગો કંપનીના મેનેજરે ફલાઇટમાં મુસાફરોના કિંમતી માલ સામાનની ચોરી કરતા ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે અને પોલીસને હવાલે કરી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news