ગૃહવિભાગનો ઘટસ્ફોટ : ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

ગુજરાતમાં 1960થી દારૂબંધીનો કાયદો કાગળ પર અમલમાં છે પણ હાલમાં એનો છડેચોક ભંગ થઈ રહ્યો છે

ગૃહવિભાગનો ઘટસ્ફોટ : ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

અમદાવાદ : ગુજરાતમાં 1960થી દારૂબંધીનો કાયદો કાગળ પર અમલમાં છે પણ હાલમાં એનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ગુજરાતમાં અન્ય શહેરો કરતાં અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. ખુદ ગૃહવિભાગના આંકડાએ જ અમદાવાદની કાયદા વ્યવસ્થાની પરિસ્થિતીને ઉજાગર કરીછે.

અહીં ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યમાં દારૂના અડ્ડા મુદ્દે 7612 જેટલી ફરિયાદો નોંધાઇ છે, જેમાં સૌથી વધુ ગુના અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાત વિધાનસભામાં ગૃહવિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2239 દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આ સિવાય વલસાડમાં 1491, સુરતમાં 622, મહેસાણામાં 491 તથા બનાસકાંઠામાં 277 અને રાજકોટમાં 65 અડ્ડાઓ છે. આ તમામ અડ્ડાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ આંકડાઓ પરથી એ સ્પષ્ટ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છે અને ગુજરાતમાં પોલીસ દારૂના અડ્ડા અને બૂટલેગરનો વધતા આતંકને ડામવામાં નિષ્ફળ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news