બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે તેમનુ નિધન થતા બાપુના દેહને રાખવામાં આવ્યો છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી ખાતે ભારતી આશ્રમમાં અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે લઇ જવામાં આવશે. 

Updated By: Apr 11, 2021, 08:03 AM IST
બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ
  • હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી ખાતે આશ્રમમાં અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે લઇ જવાશે
  • શ્રી મહંત હરિહરા નંદ બાપુ હવે ભારતી બાપુના નવા વારસદાર બનશે. તેઓ આશ્રમના નવા મહંત બનશે

આશ્કા જાની/અમદાવાદ :મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે તેમનુ નિધન થતા બાપુના દેહને રાખવામાં આવ્યો છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી ખાતે ભારતી આશ્રમમાં અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે લઇ જવામાં આવશે. 

બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

કોરોનાગ્રસ્ત હતા ભારતીજી મહારાજ 
ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા અને તેઓ તપન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને મોડી રાત્રે 2.24 વાગે ભારતી બાપુએ દેહ છોડ્યો હતો. 93 વર્ષના ભારતીજી મહારાજના નિધનથી આશ્રમના સેવકગણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શ્રી અવંતિકા ભારતીજી મહારાજ મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂ હતા, જેમની નિશ્રામાં રહીને તેઓએ જ્ઞાન મેળવ્યું હતું. જૂનાગઢ ભારતી આશ્રમની જવાબદારી તેમના શિષ્ય હરિહરાનંદ ભારતીજી સંભાળે છે. 

No description available.

કોણ બનશે આશ્રમના નવા વારસદાર
શ્રી મહંત હરિહરા નંદ બાપુ હવે ભારતી બાપુના નવા વારસદાર બનશે. તેઓ આશ્રમના નવા મહંત બનશે. ભારતી બાપુના ગુજરાતમાં 5 આશ્રમ આવેલા છે, જેમાં અમરેલી ભાટ વાક્ય, નર્મદા, સનાતન લબેનારાયણ ભારતીય, સરખેજ અને જૂનાગઢ આશ્રમ. જેમાંથી જુનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામાં આવશે. હાલ બાપુના પાર્થિવ દેહને સરખેજ આશ્રમથી જુનાગઢ એમ્બ્યુલન્સમાં લઇ જવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.