અમદાવાદ :અમદાવાદના રામોલમાં યુવકની આત્મહત્યાનો મામલામાં ભૂમિ પંચાલ નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે અમદાવાદની પ્રખ્યાત સિંગર ભૂમિ પંચાલની ધરપકડ થઈ છે, તેવા સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. ત્યારે સિંગર ભૂમિ પંચાલે ફેસબુક લાઈવ દ્વારા જાણ કરી હતી કે, રામોલના યુવકના આત્મહત્યા કેસમાં જે ભૂમિ પંચાલની ધરપકડ કરાઈ છે, તે અન્ય કોઈ ભૂમિ પંચાલ છે. પોતે નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"212889","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"56252753_1610774455732860_919807778044772352_n.jpg","field_file_image_title_text[und][0][value]":"56252753_1610774455732860_919807778044772352_n.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"56252753_1610774455732860_919807778044772352_n.jpg","field_file_image_title_text[und][0][value]":"56252753_1610774455732860_919807778044772352_n.jpg"}},"link_text":false,"attributes":{"alt":"56252753_1610774455732860_919807778044772352_n.jpg","title":"56252753_1610774455732860_919807778044772352_n.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


રાયડા કૌભાંડમાં પગ નીચે રેલો આવતા લાંચિયો અધિકારી પહોંચ્યો ખેડૂતના ઘરે, જુઓ પછી શું કર્યું


અમદાવાદના રામોલના સુરેલિયા રોડ પર રહેતા અમિત સુરેલિયા નામના યુવાને આત્મહત્યા કરી હતી. આ કેસમાં સિંગર ભૂમિ પંચાલનું નામ ફરતુ થયું હતું. ભૂમિ પંચાલે અમિત સુરેલિયાને સમાધાન માટે બોલાવ્યો હતો, જ્યાં ભૂમિનો ભાઈ, પિતા અને મિત્રએ મળીને અમિતને ગાળો આપી હતી અને કહ્યું હતું કે, ભૂમિની સામે જોતો નહિ. નહિ તો, ખોટા કેસમાં અંદર ભરાવી દઈશું. આ બધાએ અમિત સુરેલિયાને માર પણ માર્યો હતો. તેના બાદ અમિતે જાહેરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર કેસમાં પોલીસે ભૂમિ પંચાલ, તેના પિતા અને ભાઈની ધરપકડ કરી હતી. એક જેવુ નામ હોવાથી સિંગર ભૂમિ પંચાલની ધરપકડ થઈ હતી, તેવા સમાચાર વહેતા થયા હતા.


[[{"fid":"212890","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"58373201_1627567924053513_2754626267981545472_n.jpg","field_file_image_title_text[und][0][value]":"58373201_1627567924053513_2754626267981545472_n.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"58373201_1627567924053513_2754626267981545472_n.jpg","field_file_image_title_text[und][0][value]":"58373201_1627567924053513_2754626267981545472_n.jpg"}},"link_text":false,"attributes":{"alt":"58373201_1627567924053513_2754626267981545472_n.jpg","title":"58373201_1627567924053513_2754626267981545472_n.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


આસારામ-સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય 


સિંગર ભૂમિ પંચાલે કરી સ્પષ્ટતા
રામોલ યુવકના કેસમાં સિંગર ભૂમિ પંચાલનું નામ આવતા તેણે ફેસબુકના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી. તેણે ફેસબુક લાઈવ કરીને કહ્યું કે, એક સરખા નામ હોવાથી મૂંઝવણ ઉભી થઈ છે. પોલીસે જે ભૂમિ પંચાલની ધરપકડ કરી છે, તે હુ નથી. રામોલ આત્મહત્યા કેસમાં મને કે મારા પરિવારને કોઈ સંબંધ નથી.