ગુજરાતી ન્યૂઝGujaratસિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ થશે

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ થશે

Groundnut Oil prices Decrease : ખાદ્યતેલના ભાવના ભાવમાં કડાકો... સિંગતેલમાં 20 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો....

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ થશે

Rajkot News : વધતી જતી મોંઘવારી વચ્ચે ગુજરાતની જનતા માટે રાહતના ખબર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં બીજીવાર ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

રાજકોટના તેલ બજારથી ખૂલતા બજારે મળતી માહિતી અનુસાર, ખાદ્યતેલના ભાવના ભાવમાં કડાકો બોલાયો છે. સિંગતેલ ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચ્યું છે. સિંગતેલમાં 20 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલના ભાવમાં ઘટાડા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2340 રૂપિયા પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બોનો ભાવ 2250 રૂપિયા થયો છે.

Add Zee News as a Preferred Source

હવે સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે માત્ર રૂ. 90 નો ફરક રહ્યો છે. રાજકોટના વેપારીઓએ કહ્યું કે, ખેડૂતોએ મગફળીનો જથ્થો મોટા પ્રમાણમાં વેચવા કાઢતા સિંગતેલ સસ્તું થયું છે. સિંગતેલ સસ્તું થતા વપરાશમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. સતત મંદીના પગલે સીંગતેલના ભાવો તળીયે પહોંચી ગયા છે. ચાલુ સીઝનમાં સીંગતેલના ભાવો સૌથી નીચા હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

એપ્રિલમાં બીજીવાર ઘટ્યા ભાવ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ ખાદ્યતેલના ભાવમાં કડાકો નોંધાયો હતો. સિંગતેલમાં રૂ.50 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 40નો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે, તેલના ભાવમાં વધઘટ પાછળ એક મોટું લોજિક જોવા મળ્યું છે. વર્ષની શરૂઆતના મહિનાઓમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે, જે નહિવત રૂપિયામાં હોય છે. પરંતું જેમ જેમ જુલાઈ બાદ તહેવારોની સીઝન શરૂ થતી હોય છે, તેમ તેમ તેલના ભાવ ઉંચકાતા જાય છે. આ વધારો તોતિંગ હોય છે. જેને કારણે ખાદ્યતેલ મોંઘા બનતા જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news