)
Election Voter List : ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ હોવાનું સરકારી અહેવાલ છે. જોકે, નવી મતદાર યાદી સુધારણમાં મોટા બદલાવ જોવા મળશે. ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાય તેવી શક્યતા છે.
રાજ્યમાં ચાલી રહેલી સર ની કામગીરી અંતર્ગત 5 કરોડ ફોર્મ વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં 100 ટકા ટિજીટાઈઝેશન સંપન્ન થયું છે. આ સાથે જ નવી માહિતી સામે આવી કે, ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો છે. 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
| ક્રમ | જિલ્લો | ટકાવારી |
| 1 | ડાંગ | 93.14 |
| 2 | ગીર સોમનાથ | 88.91 |
| 3 | બનાસકાંઠા | 88.42 |
| 4 | સાબરકાંઠા | 88.32 |
| 5 | મોરબી | 88.00 |
| 6 | મહીસાગર | 87.98 |
| 7 | છોટાઉદેપુર | 87.61 |
| 8 | પંચમહાલ | 87.02 |
| 9 | પાટણ | 86.56 |
| 10 | સુરેન્દ્રનગર | 86.44 |
હાલની સ્થિતિ પ્રમાણે ૧૫.૫૮ લાખથી વધુ મૃત્યુ પામેલા મતદારો, ૨૧.૮૬ લાખથી વધુ કાયમી સ્થળાંતરિત જયારે ૨.૯૮ લાખથી વધુ મતદારો રિપિટેડ એમ કુલ ૪૦.૧૨ લાખ મતદારોના નામ કમી થશે.
તદારો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા SIR ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એવા અનેક મતદારોમાં ખુશીની લાગણી વ્યાપી છે જેઓ વિવિધ કારણોસર ફોર્મ ભરવામાં વિલંબ અનુભવી રહ્યા હતા. SIR ફોર્મ ભરવાની અંતિમ તારીખ જે પહેલા 4 ડિસેમ્બર હતી, તેને લંબાવીને હવે 11 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. એટલે કે, મતદારોને ફોર્મ ભરવા માટે આખા એક અઠવાડિયાનો વધારાનો સમય મળ્યો છે. અનેક મતદાતાઓ કામ-ધંધા કે અન્ય કારણોસર શહેરની બહાર હોવાથી સમયસર ફોર્મ ભરી શકતા નહોતા. ઘણા મતદારો અન્ય જગ્યાએ સ્થળાંતર થઈ ગયા હોવાથી, BLO (બૂથ લેવલ ઓફિસર) તેમના સુધી સમયસર પહોંચી શકતા નહોતા.
SIR ની કામગીરીમાં ફોર્મ અપલોડમાં 83% સાથે મહેસાણા રાજ્યમાં 18માં ક્રમે છે. 81.11% મતદારોનું નામ 2002 મુજબ મેપિંગ થયું. ફોર્મ ડિજિટલાઇઝેશનમાં 81 ટકા કરતાં ઓછી કામગીરીમાં રાજ્યની 182 વિધાનસભા પૈકી 63 વિધાનસભાને રેડઝોનમાં મૂકી છે. મહેસાણા જિલ્લામાં કુલ 1,09,715 એટલે કે 6.12 ટકા) મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી રદ થશે. જેમાં મૃત્યુ પામેલા 43631, ન મળ્યા હોય એવા 43631, કાયમી સ્થળાંતર 53355 , ડુપ્લીકેટ 9055 તેમજ 201 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.