Gujarati News: સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર નોંધણી ચકાસણી કાર્યક્રમ, જેને આપણે ટુંકમાં SIRથી ઓળખીએ છીએ. બિહારમાં સફળતા પૂર્વક SIRની કામગીરી થતાં હવે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં આ કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે એક મતદાર તરીકે આપણે આ SIRની કામગીરીમાં શું શું ધ્યાન રાખવાનું છે...
ગુજરાતમાં SIRની કામગીરી શરૂ
લોકોના ઘરે ઘરે પહોંચ્યા BLO
ભૂતિયા મતદારો પડશે ઉઘાડા
ગુજરાતની મતદારી યાદીને શુદ્ધ કરવા માટે બૂથ લેવલ ઓફિસર્સ લોકોના ઘરે પહોંચવા લાગ્યા છે. અને લોકોને ગણતરી ફોર્મ આપીને મતદારોની ચકાસણી કરવાની શરૂઆત થઈ ગઈ છે. BLO 4 ડિસેમ્બર સુધીમાં 3 વખત તમારા ઘરે મતદાર યાદીની ચકાસણી કરવા માટે આવશે...
ગુજરાતના દરેક મતદારની ચકાસણી થવાની છે, ત્યારે BLO તમારા ઘરે આવીને શું કરશે અને તમારે શું ધ્યાન રાખવું પડશે, તેની વાત કરીએ તો,,,
તમારા ઘરે આવેલા BLOને સહકાર આપજો
BLO ગણતરી ફોર્મ આપે તેને ધ્યાનથી વાંચવુ
ફોર્મમાં તમારી વિગતો સાચી છે કે નહીં તપાસો
ફોર્મમાં વિગત ખોટી હોય તો BLOનું ધ્યાન દોરો
BLO માંગે તે દસ્તાવેજ ચકાસવા આપજો
ફોર્મમાં તમારે ભરવાની વિગતો ધ્યાનથી ભરજો
ફોર્મ ભર્યા પછી BLO પાસેથી રસીદ અચૂક લેજો
BLOએ આપેલી રસીદ સાચવીને રાખજો
તમારા પરિવારમાં કોઈની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય, અને મતદાર યાદીમાં નામ દાખલ ન હોય તો તેનું નામ દાખલ કરવાની કામગીરી પણ SIR અંતર્ગત જ થઈ જશે.
BLO મતદારોની ચકાસણીની કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. ત્યારે SIRની કામગીરીની મહત્વની તારીખોની વાત કરીએ તો,,,
4 ડિસેમ્બર 2025 સુધી BLO ઘરે ઘરે જઈને ફોર્મ આપશે અને ફોર્મ ભરાવશે
9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે
8 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે
31 જાન્યુઆરી 2026 દાવા સામે ચકાસણી અને સુનાવણી થશે
7 ફેબ્રુઆરી 2026ના નવી ફાઈનલ મતદાર યાદી જાહેર થશે
SIRની આ કામગીરી કરવાનો હેતુ શુદ્ધ, ચોક્કસ અને અદ્યતન મતદાર યાદી બનાવવાનો છે. ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળાંતર કરી ગયેલા, મૃત્યુ પામેલા કે પછી એકથી વધુ જગ્યાના વોટર આઈડી હોય એવા મતદારોને શોધી શકાશે. અને જો ભૂતિયા મતદારો હશે તો તેમની પાસેથી મતદાનનો અધિકારી પણ છીનવી શકાશે.