ખુશખબરી: ચોમાસાની પહેલી આગાહી, ગુજરાતમાં સરેરાશ રહેશે વરસાદ

ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. હવામાનની જાણકારી આપનાર ખાનગી એજન્સી સ્કાઇમેંટે ચોમાસાની પહેલી આગાહી કરી દીધી છે. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે.

ખુશખબરી: ચોમાસાની પહેલી આગાહી, ગુજરાતમાં સરેરાશ રહેશે વરસાદ

નવી દિલ્હી: ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. હવામાનની જાણકારી આપનાર ખાનગી એજન્સી સ્કાઇમેંટે ચોમાસાની પહેલી આગાહી કરી દીધી છે. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે જૂન-સપ્ટેમ્બર વચ્ચે 100 ટકા મોનસૂનનું અનુમાન છે. એટલું જ નહી આ વખતે શરૂઆત પણ સમયસર થશે. તો બીજી તરફ સામાન્યથી વધુ થવાની સંભવના 20 ટકા છે. સ્માઇમેટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર આ દુકાળ પડવાની સંભાવના ઝીરો ટકા છે. ગુજરાતની વાત કરીએ તો  મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. 

શું છે સ્કાઇમેટનો રિપોર્ટ
સ્કાઇમેટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ વર્ષે સામાન્યથી ઓછો વરસદ થવાની સંભાવના 20 ટકા છે. તો બીજી તરફ સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના 20 ટકા અને ભારે વરસાદની સંભાવના 5 ટકા છે. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે દુકાળ પડવાની આશંકા નથી. 

96 ટકાથી 104% વરસાદ
સ્કાઇમેટના અનુસાર આ વર્ષે જૂન-સપ્ટેમ્બર વચ્ચે 100 ટકા મોનસૂનનું અનુમાન છે. આખી સિઝન માટે 96 ટકાથી 104 ટકા વરસાદ થવાની સંભાવના 55 ટકા છે. રિપોર્ટ્સ આખી સિઝનમાં ભારે વરસાદની સંભાવના ફક્ત 5 ટકા છે.

અહીં થઇ શકે છે ભારે વરસાદ
મધ્ય ભારતમાં મુંબઇ, પુણે, નાગપુર, નાસિક, ઇંદોર, જબલપુર, રાયપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદોની આશા છે. તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, સૂરત જેવા શહેરોમાં ભારે વરસાદ થઇ શકે છે. 

ઉત્તર ભારતમાં કેવો થશે વરસાદ
ઉત્તર ભારતની વાત કરીએ તો વારાણસી, ગોરખપુર, લખનઉ, સિમલા, મનાલી, દેહરાદૂન, શ્રીનગર, સહિત પૂર્વી યૂપી, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મૂ એન્ડ કાશ્મીરના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી છે. અહીં ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ દિલ્હી, અમૃતસર, ચંદીગઢ, આગરા, જયપુર અને જોધપુરના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જ રહેશે.  

દક્ષિણ ભારતમાં ઓછો થશે વરસાદ
દક્ષિણ ભારતની વાત કરીએ તો ચેન્નઇ, બેંગ્લોર, તિરૂવનત્તપુરમ, કોન્નૂર, કોઝિકોડ, હૈદ્વાબાદ, કર્ણાટકના તટીય વિસ્તારોમાં વિજયવાડા, વિશાખાપટ્ટનમમાં આ વખતે સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ રહેશે. 

કયા મહિનામાં કેટલો વરસાદ

  • જૂન 2018 : જૂનમાં લોંગ પીરીયડ એવરેજ (LPA) 111 ટકા રહેશે. આ દરમિયાન 164 એમએમ વરસાદ પડી શકે છે. 
  • જુલાઇ 2018માં લોંગ પીરિયડ એવરેજ (LPA) 97 ટકા રહી શકે છે. આ દરમિયાન 289 એમએમ વરસાદ થઇ શકે છે.
  • ઓગસ્ટ 2018માં લોંગ પીરિયડ એવરેજ (LPA) 96 ટકા રહી શકે છે. આ દરમિયાન 261 એમએમ વરસાદ થઇ શકે છે.
  • સપ્ટેમ્બર 2018માં લોંગ પીરિયડ એવરેજ (LPA) 101 ટકા રહી શકે છે. આ દરમિયાન 173 એમએમ વરસાદ થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news