આને કહેવાય ઇમાનદારી : પાથરણાવાળાએ પરત કર્યું 80,000 રૂ. ભરેલું ખોવાયેલું પર્સ, Video

જિતેન્દ્રના આ કાર્યની પોલીસે પણ દિલ ખોલીને પ્રસંશા કરી છે. 

Updated By: Mar 2, 2018, 06:58 AM IST
આને કહેવાય ઇમાનદારી : પાથરણાવાળાએ પરત કર્યું 80,000 રૂ. ભરેલું ખોવાયેલું પર્સ, Video

અમદાવાદ : અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક સામાન્ય પાથરણાવાળાએ ઇમાનદારીનો એક મોટો પદાર્થપાઠ શીખવ્યો છે. અહીં ભદ્ર બજારમાં ફુટપાથ પર મોજાં વેચતા જિતેન્દ્ર જોધવાલ નામના એક યુવકે પોતાની લારી પર 80,000 રુપિયા ભરેલું પર્સ ભૂલી ગયેલી એક યુવતીને પર્સ પાછુ આપી દેતા ઇમાનદારીનો એ નવો દાખલો બેસા્ડ્યો છે. જિતેન્દ્રના આ કાર્યની પોલીસે પણ દિલ ખોલીને પ્રસંશા કરી છે. 

આ્ર ઘટનાની વિગતો જોઈએ તો જુહાપુરામાં રહેતી સાહિસ્તા સૈયદ નામની યુવતી બુધવારે ભદ્ર પાથરણા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. તેમણે જિતેન્દ્રની લારી પરથી મોજાં ખરીદ્યા હતા. અહીં તે પોતાનું 80,000 રુપિયા ભરેલું પર્સ ભુલી ગઈ હતી. તેને જયારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તે પર્સ શોધવા હાંફળીફાંફડી બનુી હતી અને કારંજ પોલીસ સ્ટેશને આ વાતની ફરિયાદ કરી હતી. સામા પક્ષે જિતેન્દ્નને જ્યારે આ બિનવારસી પર્સ મળ્યું ત્યારે બીજી કોઈ સંપર્કની વિગતો ન મળતા તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો, અને પોલીસ ગણતરીની મિનિટોમાં જ જિતેન્દ્ર પાસે પહોંચી ગઈ હતી. આ પર્સને પોલીસ સ્ટેશન લવાયું હતું, અને તેના માલિકની ખરાઈ કરી તેમને સોંપી દેવાયું હતું.

 જુઓ વીડિયોમાં આખો રિપોર્ટ અને ફેરિયાને આપી દો શાબાશી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાહિસ્તાબેન પોતાનું પર્સ ખોવાયાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન આવ્યાં હતાં, પરંતુ પર્સ ક્યાં પડી ગયું છે તેની તેમને કોઈ માહિતી નહોતી. બીજી તરફ, એ જ સમયે પોલીસને જિતેન્દ્ર નામના એક ફેરિયાએ પોતાની લારી પર કોઈ વ્યક્તિ 80,000 રુપિયા ભરેલું પર્સ ભૂલી ગઈ હોવાનું જણાવ્યું હતું. જિતેન્દ્રએ જે ઈમાનદારી બતાવી છે તે બદલ તેનું સમ્માન કરવાની દરખાસ્ત પણ પોલીસ દ્વારા મોકલવામાં આવી છે.