)
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના યુવાધનને નશાના રવાડે ચડાવતો એસિગરેટનો જથ્થો SMC એ અમદાવાદ એસજી હાઈવે નજીકથી ઝડપી પાડ્યો છે. લાખોની ઈ-સિગરેટનું વેચાણ કરનાર બે દુકાનદારની પણ પોલીસે ધરપકડ કરી છે.
ગુજરાત પોલીસની SMC ને માહિતી મળી હતી કે અમદાવાદમાં એસજી હાઈવે નજીક આવેલ સલિસ્ટર કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી papago pan & luxe નામની દુકાનમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત ઈ-સિગારેટનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ગઈ રાત્રિએ SMC ની ટીમે આ papago pan & luxe નામની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે આ રેડ દરમિયાન 4 લાખ 92 હજારની 434 ઈ સિગારેટ, 4 લાખ 24 હજારની રોકડ, બે મોંધી કાર સહિત મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ઝડપાયેલ બંને આરોપી મનન પટેલ અને મોહીત વિશ્વકર્માની પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ઈસિગારેટનો જથ્થો મુંબઈના બસીર ઉર્ફે સબાન પાસેથી મંગાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ બોડકદેવ પોલીસને સોંપી છે અને બોડકદેવ પોલીસે ફરાર આરોપી બસિર ઉર્ફે સબાનની શોધખોળ શરૂ કરી છે.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, એક હજારથી લઈને 5 હજાર સુધીમાં એક ઈ-સિગારેટનું વેચાણ કરી રહ્યા હતા. અત્યારે SMCની આ રેડથી સ્થાનિક પોલીસ એટલે કે બોડકદેવ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું બોડકદેવ પોલીસની રહેમ દ્રષ્ટિ હેઠળ આ ઈ-સિગારેટનું વેચાણ થઈ રહ્યું હતું કે કેમ. ગાંધીનગરની એજન્સી ના ધ્યાને આવ્યું અને સ્થાનિક બોડકદેવ પોલીસના કેમ ધ્યાને ના આવ્યું.
ત્યારે અમદાવાદ શહેરમાં એક સપ્તાહમાં SMC ની ઈ-સિગારેટને લઈને આ બીજી કાર્યવાહી છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવ વિસ્તારમાં આ સિગારેટનું વેચાણ ક્યારથી થઈ રહ્યું હતું, અત્યાર સુધીમાં કેટલી ઈ-સિગારેટ વેચી દેવામાં આવી છે તે સહિતની તપાસ શરૂ કરી છે.