)
Ahmedabad News : અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં પૂર આવ્યું છે. હાલ રિવરફ્રન્ટનો કેટલોક હિસ્સો પાણીમાં ગરકાવ થયો છે. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. જોકે, આ વચ્ચે અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં સાપે ડેરો નાંખ્યો છે. સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા સાપ પણ બહાર આવ્યા છે. નદીના પટમાં સાપ નીકળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. જોકે, જીવદયા પ્રેમીઓએ આ અંગે મહત્વની માહિતી આપી છે.
રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પટમાંથી નીકળતા સાપથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. બીજી બાજુ સાપનું રેસ્ક્યુ કરનારા વોલિન્ટીયર્સ પણ સામે આવ્યા છે. પાણીના સાપમાં સામાન્ય રીતે ઝેર હોતું નથી.
સાપનું રેસ્ક્યૂ કરવા આવેલા એક્સપર્ટે કહ્યું કે, આ પ્રજાતિ જોવા મળી રહી છે તે ચેકર્ડ સ્કીલબેગ સાપ છે. આ સાપથી ડરવાની જરૂર નથી. આ પાણીના સાપ છે. આ સાપનું બિહેવિયર એવું હોય છે કે, બચકા ભરવા માટે આવે છે, પરંતુ તે તેનું ડિફેન્સ મિકેનિઝમ હોય છે. તેનાથી ડરવાની જરૂર નથી. આ પાણીના સાપ જરા પણ જોખમી નથી. આ જ પ્રકારના સાપ રિવરફ્રન્ટ આસપાસના વિસ્તારમાં જોવા મળે છે.
અત્યાર સુધી 120 થી વધુ સાપને રેસ્કયૂ કરાયા છે. જેમાં 4 કોબ્રા અને 3 જેટલા રસેલ વાઈપર્સ છે. મળેલા સાપને ગાંધીનગર કેનાલ પાસે ઝાડી વિસ્તારમાં છોડવામાં આવી રહ્યાં છે.
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલની સ્થિતિએ ઈન્દિરાબ્રિજ થી ગાંધીનગર જોડતા રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પાણીમાં ગરકાવ થયો છે. નવા ફેઝમાં બનતા પ્રોમિનાડની દીવાલનો અડધો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લેવલ લાવવા માટે પુરાણની માટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ધરોઈ ડેમમાંથી 51 હજાર 848 ક્યુસેક પાણી છોડાયું છે. તો સંત સરોવરમાંથી 96 હજાર 232 ક્યુસેક પાણી છોડાયું છે. પાણીની જાવક માટે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા છે.
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અલર્ટ જાહેર કરાયું છે. સાબરમતી સુભાષ બ્રિજ ખાતે વ્હાઈટ અલર્ટ જાહેર કરાયુ છે. પાણીની આવક વધવાની શક્યતાથી ગામો અલર્ટ પર મૂકાયા છે. ઉપરવાસમાં પાણીની આવક થતા રિવરફ્રન્ટ છલોછલ ભરાઈ ગયો છે. રિવરફ્રન્ટનો લોવર પ્રોમિનાડ અને વોકવે પાણીમાં ગરકાવ થયો છે. વાસણા બેરેજમાં પાણીનું લેવલ 131 ફૂટ પહોંચ્યું છે. સંત સરોવરમાંથી 96232 ક્યુસેક પાણી છોડાયું છે. ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક પાણી છોડાયું છે. પાણીની જાવક માટે વાસણા બેરેજના કુલ 30 માંથી 27 ગેટ ખોલવામાં આવ્યા છે.
ગામોને એલર્ટ કરાયા
વાસણા મેરેજમાંથી 94056 પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા વાસણા બેરેજની સપાટી 131 ફૂટ પર પહોંચી છે. સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું લેવલ 43.65 મીટર થઈ ગયું છે. વાસણા બેરેજના 3 થી 29 ગેટ ફ્રી ફલો ખુલ્લા કરવામાં આવ્યા. સિટી તાલુકાના 19 ગામો એલર્ટ પર મૂકાયા છે. ધંધુકા અને દસક્રોઈ તાલુકાના 18 ગામમાં એલર્ટ પર છે. બાવળાના 9 ગામો અને સાણંદના 14 ગામો એલર્ટ પર મૂકાયા છે. ધોળકાના 74 થી વધુ ગામો એલર્ટ પર મુકાયા છે.