)
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીના પાર્થિવ દેહ માદરે વતન લવાયો. જે બાદ છાપીથી મોટી ગીડાસણ સુધી શહીદ જવાની અંતિમ યાત્રા યોજાઈ. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા... ત્યારે ભારે હૈયે કેવી રીતે વીર શહીદને અપાઈ વિદાય, જોઈએ જનતાની વાતમાં....
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની જીજ્ઞેશભાઈ ચૌધરી 12 વર્ષથી ભારતીય સૈન્યમાં માં ભોમની રક્ષા કરતા હતા. ત્યારે આજે સવારે વીર જવાનનો પાર્થિવ દેહ તેમના માદરે વતન પહોંચ્યો તો આખુય ગામ હિંબકે ચડ્યું... માતા-પિતા, પત્ની અને બહેનોના હૈયાફાટ રૂંદનથી આખુય વાતાવરણ ગમગીન બની ગયુ... શહીદ જવાન અમર રહો અને ભારત માતાકી જયના નારા સાથે વીર જવાનની અંતિમ યાત્રા નીકળી,જેમાં મોટી સંખ્યામાં મોટી ગીડાસણ ગામ સહિત આજુબાજુના ગામ લોકો પણ જોડાયા...
દેશની રક્ષા કરતા એક જવાનની ટ્રેનના કોચ એટેન્ડન્ટે હત્યા કરી દેતા પરિવારજનો ઉપરાંત ગામ લોકોમાં ભારોભાર રોષ છે. વીર જવાનની હત્યાની વાત કરીએ તો,,, (ગ્રાફિક્સ) જવાન જીગ્નેશ ચૌધરી જમ્મુ-તાવી- સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં વતન આવવા માટે નીકળ્યાં, ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જીગ્નેશભાઈની કોચ અટેન્ડન્ટ સાથે માથાકૂટ થઈ. ચાદર માગવા જેવી બાબતમાં ઉગ્ર તકરાર થઈ. ત્યારે તો લોકોએ જવાન અને કોચ અટેન્ડન્ટની માથાકૂટ શાંત કરાવી. પરંતુ કોચ એટેન્ડન્ટ ઝુબેર છરી સાથે આવ્યો અને જવાન પર જીવલેણ હુમલો કરી દીધો. છરીના ગંભીર ઘા વાગતા જીગ્નેશ ચૌધરી મોતને ભેટ્યા (ગ્રાફિક્સ) દેશની રક્ષા માટે જે પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો દેશને સોંપી દીધો એજ દીકરાની આવી રીતે હત્યા થતા પરિવારજનોમાં આક્રોશની આગ ફાટી નીકળી છે.
દેશના વીર જવાન એવા જીગ્નેશ ચૌધરીની હત્યા થતાં જીઆરપી અને આરપીએફએ કોચ અટેન્ડેન્ટ ઝુબેર મેમણની અટકાયત કરી લીધી છે. ત્યારે આજે આ વીર જવાનનો મૃતદેહ પોતાના વતન પહોંચતા સેનાએ આખરી સલામી આપીને સન્માનભેર શહીદ જવાનને વિદાય આપી...