સોમનાથના કાંઠે ઉભા રહીને લૂંટારુ મહંમદ ગઝનીના વખાણ કરતો આ શખ્સ કોણ? જેનો વીડિયો થયો વાયરલ

સોમનાથના કાંઠે ઉભા રહીને લૂંટારુ મહંમદ ગઝનીના વખાણ કરતો આ શખ્સ કોણ? જેનો વીડિયો થયો વાયરલ
  • સોમનાથ મંદિરની પાછળના ભાગના દરિયા કિનારાના ભાગે ઉભેલા એક શખ્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી 'જમાતે આદિલા હિન્દ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે

હેમલ ભટ્ટ/સોમનાથ :ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર (somnath temple) પાસે ઊભા રહીને મોહમ્મદ ગઝનીનાં વખાણ કરતા એક સંદિગ્ધ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થયો છે. જે વીડિયો બનાવનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. આ યુવાનનું નામ ઈર્ષાદ રસીદ હોવાનું તેમજ તેની જમાતે આદિલા હિન્દ નામથી યુટ્યુબ ચેનલ હોવાનો ખુલાસો થયો છે. વાયરલ વીડિયોમાં આ સંદિગ્ધ શખ્સ હિંદુઓની લાગણી ભડકાવી રહ્યો છે. મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર કરેલ આક્રમણ અને લૂંટને બિરદાવી રહ્યો છે અને આ વીડિયો વાયરલ થતાં લોકોએ માંગ કરી છે કે આ ધર્માંધ યુવાનને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. આ વાયરલ વીડિયોની પુષ્ટિ ઝી 24 કલાક નથી કરતું. આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. પોલીસ યુવાનને શોધી રહી છે.

આ પણ વાંચો : બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ કરાઈ
સોમનાથ મંદિરની પાછળના ભાગના દરિયા કિનારાના ભાગે ઉભેલા એક શખ્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો (video) એ ભારે ચર્ચા જગાવી છે. 3 મિનીટ 24 સેકન્ડના આ વીડિયોમાં યુવક મોહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યાની ઘટનાના વખાણ કરી રહ્યો છે. ત્યારે આ વિવાવાદસ્પદ યુવકને પકડવાની માંગ ઉઠી છે. સોમનાથ ટ્રસ્ટની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વીડિયોમાં દેખાતા આ શખ્સની ઓળખ પણ થઈ છે. 

પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી 
આ યુવક સોમનાથ મંદિરની મુલાકાતે આવ્યો હોવાનું કહેવાય છે. જ્યાં તેણે મંદિરના પાછળના ભાગે ભીડિયા વિસ્તારમાં વીડિયો ઉતાર્યો હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી 'જમાતે આદિલા હિન્દ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં કોમી એકતાને ડોહળે તેવા વીડિયો પોસ્ટ કરતો હોય છે. હાલ પોલીસે આ યુવકની શોધખોળ હાથ ધરી છે. આ વીડિયો ક્યારે લેવાયો હતો, તેના પાછળ શુ હેતુ હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો : ધૈર્યરાજને બચાવવા ચારેતરફથી દાનની સરવાણી ફૂટી, મદદને જોઈને આંખમાંથી ઝળહળિયા આવી જશે 

શખ્સે કર્યા સોમનાથના લૂંટારું વખાણ 
આ યુવક મોહંમદ ગઝનવીને ઈસ્લામની ઈશાક કરનારો ગણાવી રહ્યો છે. સાથે જ મોહમંદ ગઝનવીના વખાણ કરી રહ્યો છે. દરિયા કિનારે ઉભા રહીને જ તેણે આ વીડિયો બનાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news