માતા-દીકરાએ મળી બનાવ્યો ખતરનાક પ્લાન, આ રીતે પુત્રએ કરી દીધી પિતાની હત્યા

અમદાવાદના બાળકા નજીક માતા-પુત્રએ ભેગા મળી પિતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે પુત્રએ તેના મિત્રોને 1.20 લાખ રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ પોલીસે હત્યાના ગુનામાં સામેલ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
 

 માતા-દીકરાએ મળી બનાવ્યો ખતરનાક પ્લાન, આ રીતે પુત્રએ કરી દીધી પિતાની હત્યા

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ બાવળા નજીકના કેસરડી ગામની સીમમાં બનેલ ખુનના ગુન્હાનો ગણતરીના કલાકોમાં કેરાલા જીઆઇડીસી પોલીસે ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે મુખ્ય આરોપી મૃતકનો દીકરો જ નીકળ્યો છે.

તારીખ 16 માર્ચના રોજ કેસરડી માધ્યમિક શાળાની પાછળ આવેલા ખેતરમાંથી વિઠ્ઠલભાઈ રાઠોડ નામના 40 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. વિઠ્ઠલભાઈના માથાના પાછળના ભાગે કોઇ હથીયાર વડે ગંભીર ઇજા તથા ગળે ટુંપો આપી મારી નાખેલ હાલતમાં લાશ મળી હતી. પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ તપાસમાં મરણ જનાર વિઠ્ઠલભાઈનો મોટો દીકરો જ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સવેલન્સ અને પુછપરછનાં આધારે જાણવા મળ્યું હતું કે મરણજનારના મોટા દિકરા 20 વર્ષીય અજય વિઠલભાઈ રાઠોડે જ પોતાના પિતાની હત્યા કરી હતી. પોલીસે તેને ઝડપી પાડી તેની આગવી ઢબે પુછપરછ કરતા આરોપી તથા મરણજનાર વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલતો હતો. મૃત્યુ પામનાર તેમની પત્ની સજજનબેનનાં  ચારિત્ર્ય ઉપર શંકા વહેમ કરી વારંવાર મારઝૂડ કરતા હતા. જેથી મૃતકની પત્ની સજ્જનબેન તથા તેમના દીકરા અજયે ભેગા મળી વિઠ્ઠલભાઈને  મારી નાખવાનુ કાવતર કર્યું  હતું.  મૃતકના દિકરા અજયે આ કાવતરામાં તેના મિત્રોને પણ સામેલ કર્યા હતા અને બદલામાં તેમને રૂપિયા 1,20,000 આપવાનું નક્કી કર્યું હતું. 

પોલીસે અજય સહિત તેના મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેના મિત્રોમાં પ્રવિણભાઇ ઉર્ફે અખીલ ચંદુભાઇ મેર, રણજીતભાઈ સવજીભાઈ મકવાણા, વિહાભાઈ ભીમાભાઇ મકવાણાની ધરપકડ કરી છે.આરોપી પુત્ર અજયે તેના પિતા વિઠ્ઠલભાઈનુ ખુન કરવામાં મદદરુપ થવા માટે રૂ.૧,૨૦,૦૦૦/- આપવાનુ નક્કી કરી, ફોન ઉપર વાતચીત કરી કેસરડી ગામે બોલાવ્યા. તમામ આરોપીઓએ સાથે મળી મરણજનારને રાત્રીના સમયે પોતાના ખેતરે બોલાવી માથાના ભાગે લાકડાનો ધોકો મારી, ગંભીર ઈજા કરી, ગળાના ભાગે દોરડાથી ટુપ્પો આપી ક્રુરતાથી હત્યા કરી હોવાની કબુલાત કરતા ચાર આરોપીઓને કેરાલા જી.આઈ.ડી.સી. પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news