રાજકોટમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોટી સરપ્રાઇઝ, મહિલાઓને થશે ફાયદો

8 માર્ચનો દિવસ આખી દુનિયામાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

રાજકોટમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોટી સરપ્રાઇઝ, મહિલાઓને થશે ફાયદો

રાજકોટ : 8 માર્ચનો દિવસ આખી દુનિયામાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસે રાજકોટ શહેરમાં મહિલાઓ સિટીબસ અને BRTSમાં ફ્રી મુસાફરી કરી શકશે. હકીકતમાં મહિલાઓ એક દિવસ પોતાનું વાહનનો વપરાશ ન કરી પર્યાવરણની જાળવણી કરે તેવા ઉદ્દેશથી આ નિર્ણય લેવાયો છે. 

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્રારા પત્રકારો સમક્ષ એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે તા.8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજકોટ મહાપાલિકા દ્રારા બીઆરટીએસ અને સિટી બસ સેવા અંતર્ગત મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવશે. આ દિવસે કોઈ પણ મહિલા મુસાફર બીઆરટીએસ કે સિટી બસમાં મુસાફરી કરશે તો તેમણે ટિકિટ લેવાની રહેશે નહીં.

કમિશનરે  વધારે માહિતી આપી હતી કે રાજકોટ શહેરની વિવિધ 28 હોસ્પિટલોમાં તા.8 માર્ચના રોજ જન્મ લેનાર બાળકીઓને ‘નન્હી પરી અવતરણ’ યોજના હેઠળ બિરદાવી ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટેની 28 હોસ્પિટલોનું લિસ્ટ આરોગ્ય અધિકારી દ્રારા તૈયાર કરાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news