રાજકોટની દીકરીનો ગજબનો આઇડિયા, કેનેડા પરણીને જતા પહેલાં ખોલતી ગઈ સમાજની આંખો

કિન્નરી બા ઘણા સમયથી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના કાર્યો કરી રહ્યા છે ત્યારે તેમના લગ્ન પ્રસંગથી પણ સમાજ માં એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે અને લોકોનું ભલું થાય એ માટે તેમણે કરિયાવરમાં પુસ્તકની માગણી કરી હતી.

 રાજકોટની દીકરીનો ગજબનો આઇડિયા, કેનેડા પરણીને જતા પહેલાં ખોલતી ગઈ સમાજની આંખો

સત્યમ હંસોરા, રાજકોટ : આપણે ત્યાં એક કહેવત છે એ એક સારું પુસ્તક સો વ્યક્તિની ગરજ સારે છે. લગ્ન પ્રસંગે સાસરીયે જતી વખતે દીકરી પોતાના માતા-પિતા પાસે સોના-ચાંદી સહિતના આભૂષણો તેમજ સાજ શણગારની વસ્તુઓ માંગતી હોય છે અને માં બાપ દીકરીની તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરતા હોય છે. જોકે રાજકોટમાં એક દીકરીએ પોતાના માતાપિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકોની માગણી કરી અને પિતાએ પણ દીકરી ને કરિયાવરમાં આપ્યા ગાડું ભરીને પુસ્તકો આપ્યા હોવાનો દાખલો બન્યો છે. 

પહેલાના જમાનામાં જ્યારે દીકરીને સાસરીયે માતા-પિતા વળાવતા હોય ત્યારે કરિયાવર ગાડામાં મોકલવામાં આવતો હતો ત્યારે આજે પણ એ જ પ્રથા રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં પણ જોવા મળી. પુત્રી કિન્નરી બાએ તેમના માતા-પિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકોની માગણી કરી હતી ત્યારે માતા-પિતાએ ગાડું ભરીને ૨૪૦૦ જેટલા પુસ્તકો દીકરીને કરિયાવરમાં આપ્યા છે. આ પુસ્તકનં અંદાજિત વજન 500 કિલો છે. 

કિન્નરી બા ઘણા સમયથી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના કાર્યો કરી રહ્યા છે ત્યારે તેમના લગ્ન પ્રસંગથી પણ સમાજ માં એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે અને લોકોનું ભલું થાય એ માટે તેમણે કરિયાવરમાં પુસ્તકની માગણી કરી હતી. આ કારણે તેમના પિતા છેલ્લા કેટલાય સમયથી જુદા-જુદા પુસ્તકો નો સંગ્રહ કરી રહ્યા હતા. કિન્નરી બાના પિતા હરદેવ સિંહે દિલ્હી, કાશી અને બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી ફરીને પુસ્તકો એકઠા કર્યા છે. આ 2400 પુસ્તકો પૈકી કિન્નરી બા પોતાના સાસરે કેનેડા મનગમતા પુસ્તકો લઈ જશે જ્યારે કે બાકી તેઓ જુદી જુદી શાળાઓમાં ભેટ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news