Property Tax ભરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની નવી સ્કીમ, બચી જશે તમારા રૂપિયા

Property Tax Scheme In Ahmedabad : AMCની અમદાવાદીઓ માટે નવી હોળી ગિફ્ટ... પ્રોપ્રર્ટી ટેક્સના બાકી લેણાં પરના વ્યાજમાં ૭૫થી ૧૦૦ % માફી... રહેણાંક મિલકતોના વ્યાજમાં ૧૦૦ ટકા, કોમર્શિયલ મિલકતોના ૭૫ ટકા રિબેટ મળશે 

Property Tax ભરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની નવી સ્કીમ, બચી જશે તમારા રૂપિયા

Property Tax Payment : મ્યુનિસિપાલિટી કે પાલિકામાં ટેક્સ ન ભરનારાઓને દંડ કરવામા આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં વ્યાજ માફીની યોજના પણ સરકાર દ્વારા લાગુ કરાઈ છે. પરંતુ આ સાથે જ સરકારે એડવાન્સ ટેક્સ ભરવાની યોજના પણ અમલી બનાવી છે. જેમાં નાગરિકો નવા વર્ષનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભરી શકશે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકો માટે પ્રોપર્ટી ટેક્સ ભરવાની અનોખી સ્કીમ લઈને આવી છે. આ સ્પેશિયલ હોળી માટેની સ્કીમ છે.

શું છે નવી સ્કીમ
AMC દ્વારા તા. ૧૪ માર્ચ થી તા. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી પ્રોપર્ટી ટેક્સની જૂની અને નવી ફોર્મ્યુલા હેઠળ કરોડોના બાકી લેણાં પરના વ્યાજમાં માફી/રિબેટ આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત AMC દ્વારા રેસિડેન્સિયલ મિલ્કતોના બાકી ટેક્સ પરના વ્યાજમાં ૧૦૦ ટકા અને કોમર્શિયલ મિલકતોના બાકી ટેક્સમાં ૭૫ ટકા વ્યાજ માફી આપવામાં આવશે. 

નાગરિકો બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ ભરે અને પાલિકાને નુકસાન ન થાય તે હેતુથી AMC દ્વારા દર વર્ષે નાગરિકોને કેટલીક સ્કીમ આપવામાં આવે છે. જેથી મહાનગરપાલિકાને પણ યોગ્ય આવક થઈ શકે. ત્યારે આ વખતે AMC દ્વારા વસૂલાતી વ્યાજ માફીની સ્કીમને કારણે 250 કરોડના ટેક્સની આવક થાય તેવી શક્યતા છે. 

સ્કીમથી નાગરિકોના રૂપિયાની બચત 
અમદાવાદના શહેરીજનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમે પણ આ સ્કીમમાં પ્રોપર્ટી ટેક્સ ભરીને રૂપિયા બચાવી શકો છે. નાણાંકીય વર્ષના ટેક્સ માટે અમદાવાદ કોર્પોરેશનનું આ મોટુ પગલું છે. જેનો લાભ નાગરિકો 14 માર્ચથી ઉઠાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ નાગરિકોને નવા વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભરવાની સ્કીમ અમલમાં મૂકી હતી. જેમાં 12 થી 15 ટકાનું રિબેટ મેળવવાની જાહેરાત કરાઈ હતી. આ સ્કીમનો લાભ અનેક નાગરિકોએ લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news