જો રજાની 'ખાસ' મજા માણવા દીવ જવાનું પ્લાનિંગ હોય તો ચેતજો કારણ કે...

સંઘ પ્રદેશ દીવમાં દારૂબંઘી ન હોવાથી બિન્દાસ શરાબની મોજ માણવા મોટાભાગના લોકો આ દિવસોમાં ખાસ અહીં આવવાનું પસંદ કરે છે

જો રજાની 'ખાસ' મજા માણવા દીવ જવાનું પ્લાનિંગ હોય તો ચેતજો કારણ કે...

દીવ : નાતાલના મીની વેકેશન અને થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો સહેલાણીઓ મોજ માણવા ઉમટી પડે છે. સંઘ પ્રદેશ દીવમાં દારૂબંઘી ન હોવાથી બિન્દાસ શરાબની મોજ માણવા મોટાભાગના લોકો આ દિવસોમાં ખાસ અહીં આવવાનું પસંદ કરે છે. 

જોકે ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગીર-સોમનાથ જીલ્લાના પોલીસવડાએ નાતાલના આ મીની વેકેશન દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહી તેમજ ખાસ કરીને સંઘ પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં ઠલવાતા વિદેશી દારુના દુષણ સામે કડક હાથે કામ લેવા ખાસ એકશન પ્લાન ઘડી કાઢયો છે. બંદોબસ્ત કરવા માટે દીવને જોડતી ઉનાની અહેમદપુર માંડવી અને તડ ચેકપોસ્ટ પર પોલીસ જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સિવાય દીવમાંથી દારૂ જ નહી પરંતુ દારૂ પીઘેલી હાલતમાં આવતા નશાખોરોની પણ ખેર નથી. કોઇપણ વ્યક્તિ કેફી પીણું પીને ડ્રાઇવિંગ કરતી હશે તો તેની સામે આઇપીસી, એમવીએકટ અને પ્રોહિબીશન એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news