વુમન્સ ડે સ્પેશિયલ: આ છે અમદાવાદની મહિલા રીક્ષા ડ્રાઇવર, શરૂઆતમાં લોકો ઉડાવતા હતા મજાક

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ભારતીય નારી સમાજ જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં અત્યારની પરિસ્થિતિએ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે સંઘર્ષ કરતી નજરે જોવા મળે છે. પરંતુ આપણી આસપાસ કેટલીક એવી મહિલાઓ છે જે પ્રસિદ્ધિથી દૂર હોય છે અને જેમનો સંઘર્ષ જોઈ ભારતીય સમાજમાં પ્રતીકરૂપે પુરુષ સમોવડી ગણાતી મહિલાઓ પ્રેરણા મેળવી શકે.

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 8, 2018, 06:52 PM IST
વુમન્સ ડે સ્પેશિયલ: આ છે અમદાવાદની મહિલા રીક્ષા ડ્રાઇવર, શરૂઆતમાં લોકો ઉડાવતા હતા મજાક

અમદાવાદ: 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ભારતીય નારી સમાજ જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં અત્યારની પરિસ્થિતિએ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે સંઘર્ષ કરતી નજરે જોવા મળે છે. પરંતુ આપણી આસપાસ કેટલીક એવી મહિલાઓ છે જે પ્રસિદ્ધિથી દૂર હોય છે અને જેમનો સંઘર્ષ જોઈ ભારતીય સમાજમાં પ્રતીકરૂપે પુરુષ સમોવડી ગણાતી મહિલાઓ પ્રેરણા મેળવી શકે. આજે આપણે અમદાવાદની એવી જ એક સંઘર્ષ અને સફળતાના પર્યાય સમી એક મહિલાની વાત કરવાના છીએ.

હાલની પરિસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલા ઓ આગળ તો વધી રહી છે અને સમાજમાં મોભાનું સ્થાન મેળવતી પણ થઇ છે. ત્યારે આજરોજ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા મહિલા દિવસ નિમિતે વાત કરીએ અમદાવાદના ચંદાબેન ઠાકોરની જેમણે પરિવારને આર્થિકરીતે મદદરૂપ થવા રીક્ષા ચાલકના વ્યવસાયમાં જોડાયા. પુરુષ પ્રધાન વ્યવસાયમાં ઝપલાવી વાહન ચાલન કરવું આજની મહિલાઓએ શીખી લીધું. એ આપણે બધા જોઈએ જ છીએ. એ કોઈ નવાઈની વાત હવે રહી નથી પરંતુ ચંદાબેનના પતિ કમાતા ન હોવાથી તેઓ રિક્ષા ચાલાક બન્યા છે અને તે એ કોઈ મોજશોખ માટે નહીં મધ્યમવર્ગના પરિવારની જરૂરિયાત પૂરી કરવા સારું.

ચંદાબેન ઠાકોરના લગ્ન અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં થયા છે. તેમની ઉંમર 30 વર્ષની છે. અને તેઓ બે પુત્રીઓની માતા છે. પતિ કમાતો ન હોવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમણે શરૂઆતમાં છૂટક મજૂરી તથા વાસણ માંજવાનું કામ શરૂ કર્યું હતું. જેમાં મહિને 3 થી 4 હજારની કમાણી થતી હતી. પરંતુ આ કમાણીમાં પુત્રીઓનો સ્કૂલ ખર્ચ અને પરિવારનો ખર્ચ પુરો થતો ન હતો. ત્યારબાદ ગુજરાત સરકારના મહિલાના રોજગાર માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમનો સંપર્ક જન વિકાસ સંસ્થા થયો. 

આ સંસ્થા દ્વારા મહિલાઓને રોજગારના માટે માત્ર 1500 રૂપિયાની નજીવી ફીમાં મહિલાને રીક્ષા તથા ફોર વ્હિલર ડ્રાઇવિંગ શીખવાડવામાં આવે છે. ડ્રાઇવિંગ પ્રોગામના હેડ પ્રિયા શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી આ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. મહિનાને ડ્રાઇવિંગની 6 મહિનાની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાને વુમન એમ્પાયર, લીગલ, સેલ્ફ ડિફેન્સ, સેક્યુઅલ રી પ્રોડક્ટીવ હેલ્થ, ફર્સ્ટએડ, ઇગ્લીંશ કોમ્બીનિકેશન, ગ્રુમીંગ ઉપરાં ટેક્નિકલ જેવી તાલિમ આપવામાં આવે છે. 

ચંદાબેન ઠાકોરે આ સંસ્થાનો સંપર્ક કર્યો અને રોજગારી માટે અહીં રીક્ષા ડ્રાઇવિંગની તાલીમ લીધી. શરૂઆતમાં લોકો તેમની મજાક ઉડાવતા હતા. પરંતુ તેઓ હિંમત ન હાર્યા. તેમના તેમના ભાઇ, માતા અને પિયર તથા સાસરીપક્ષ તરફથી સપોર્ટ મળી રહે છે. અત્યારે ચંદાબેન દરરોજના 400 થી 500 રૂપિયા કમાઇ લે છે. જેમાંથી તેમના પરિવારનું  ગુજરાન ચાલે છે અને બાળકોની સ્કૂલ ફીનો ખર્ચ નિકળી જાય છે. 

વુમન ડે નિમિત્તે તેમણે મહિલાને એક સંદેશો આપતાં જણાવ્યું હતું કે આજની મહિલાઓએ દબાઇને રહેવું ન જોઇએ. પગભેર બનવું જોઇએ. સ્ત્રીઓને નાનપણથી ઝાંબાઝ અને હોશિયાર બનવું જોઇએ જેથી સાસરે ગયા પછી પણ કોઇની ગરજ ન રહે. હાલના જમાના પ્રમાણે સ્ત્રીઓએ ભણીગણીને આગળ વધવું જોઇએ મારે બે પુત્રીઓ છે જેને હું ભણાવી ગણાવીને આગળ વધારવા માંગુ છું જેથી તેમને કોઇના પર નિર્ભર ન રહેવું પડે.