)
Rajkot News ; રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં છરીથી હુમલો કરાયો હતો. જેમાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાસોત્સવના સ્પોન્સરનો ડ્રાઈવર સ્પોન્સર પાસનું કહી VVIP સોફાની પ્રથમ હરોળમાં બેસી જતા આયોજકોએ પાછળ બેસવાનું કહેતા છરી કાઢી હુમલો કર્યો અને સ્પોન્સરના ડ્રાઇવરે છરી ઝીંકી હતી.
રાજકોટ ખોડલધામ નોર્થ ઝોન દાંડિયામાં બબાલ થઈ હતી. ગરબામાં રાજુભાઇ પરસાણાના ભત્રીજા મૌલિક પરસાણા, અશોક ફળદુ નામના વ્યકતિ સહિત 3 પર છરીથી હુમલો કરાયો હતો. હુમલાખોરે VIP એન્ટ્રીમાં આવીને છરી મારી હતી. ચોંકાવનારી બાબત એ હતી કે, રેન્જ આઈજીની મુખ્ય ગેટથી એન્ટ્રી થઈ અને સ્ટેજ નજીક આ બનાવ બન્યો હતો. છરી મારનાર નવરાત્રિના એક સ્પોન્સરમાં જવેલર્સના ડ્રાઈવરે હુમલો કર્યો હતો. સમગ્ર મામલો તાલુકા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી. જેમાં મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી શખ્સે છરી મારતા બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉદ્યોગપતિ રાજુભાઇ પરસાણાનો ભત્રીજો મૌલિક પરસાણા, અશોક ફળદુ અને હરિભાઈ સોરઠીયા નામના વ્યકતીને છરી લાગી હતી. છરી ઉગામનાર શખ્સ મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી હોવાનું સામે આવ્યું. VIP એન્ટ્રીમાં છરી સાથે લઇ તેણે ગરબામાં પ્રવેશ કર્યો હતો. હાલ ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાદ પાટીદાર આગેવાનો તાલુકા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. પાટીદાર આગેવાનો દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પાટીદાર સમાજના દાંડિયામાં માથાકુટ વિશે ACP બી.જે ચૌધરીએ જણાવ્યું કે, નોર્થ ઝોન ખોડલધામ દાંડિયામાં મારામારીની ઘટના બની હતી. જેમાં આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આરોપી મહેશ ગિરીને ઇજા થઈ છે. માથાકુટ શા માટે થઈ તેની તપાસ ચાલુ છે.