સ્વેટર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ શાળાઓને ઝાટકી! કડક શબ્દોમાં સૂચના

શાળાઓમાં સ્વેટર બાબતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયાએ એક મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે સ્વેટર બાબતે શાળાઓ વિદ્યાર્થીઓ પર દબાણ કરી શકે નહીં. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં બાબતે દબાણ કરતી શાળા જડતા ન કરે.

સ્વેટર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ શાળાઓને ઝાટકી! કડક શબ્દોમાં સૂચના

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરની અમુક સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવા માટે શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આવી ઘટનાઓને લઇ વિદ્યાર્થીઓના સ્વેટર બાબતે રાજ્યના શિક્ષણમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. શાળાઓમાં સ્વેટર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપી છે.

રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયાનું નિવેદન
શાળાઓમાં સ્વેટર બાબતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયાએ એક મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે સ્વેટર બાબતે શાળાઓ વિદ્યાર્થીઓ પર દબાણ કરી શકે નહીં. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં બાબતે દબાણ કરતી શાળા જડતા ન કરે. ટ્રસ્ટીઓ વાલીઓ સાથે સંવાદ કરવા શિક્ષણ મંત્રીએ સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, ઘણી સ્કૂલોના સંચાલકો સ્વેટર માટે ચોક્કસ દુકાનો સાથે સાંઠ ગાંઠ કરે છે. વાલીઓને મોઘા ભાવે આ જ દુકાનોમાંથી સ્વેટર લેવા માટે ફરજ પાડવામાં આવે છે અને બદલામાં સ્કૂલોને કમિશન પેટે તગડી કમાણી થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news