દિવાળી પર્વે રાજ્યમાં ચાઈનીઝ સહિત વિદેશી ફટાકડા પર પ્રતિબંધ, કોર્ટનો આદેશ બાદ ફરમાન જાહેર

Foreign firecrackers banned during Diwali festival: દિવાળીના તહેવારમાં વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ. વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ ગુજરાત ફાયર વર્કસ ડીલર એશોશીએશન ઉપ પ્રમુખ આશીષ ખજાનચીનું નિવેદન. છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધારે સમયથી વિદેશથી આયાત થયા ફટાકડા પર પ્રતિબંધ છે. એમાંય ખાસ કરીને ચાઇનીંઝ ફટકડા પર પ્રતિબંધ છે.

દિવાળી પર્વે રાજ્યમાં ચાઈનીઝ સહિત વિદેશી ફટાકડા પર પ્રતિબંધ, કોર્ટનો આદેશ બાદ ફરમાન જાહેર

Ahmdabad News: દિવાળીનો તહેવાર એટલે પ્રકાશ, ઉત્સાહ અને રોશનીનો પર્વ. આ તહેવારમાં ફટાકડાનું આગવું મહત્વ છે. જોકે, છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, વિદેશથી આયાત થતા ફટાકડા, ખાસ કરીને ચાઇનીઝ ફટાકડા પરના પ્રતિબંધની અસર વેપારીઓ અને ગ્રાહકો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

Add Zee News as a Preferred Source

ગુજરાત ફાયર વર્કસ ડીલર એસોસિએશનના ઉપ પ્રમુખ આશીષ ખજાનચીના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 વર્ષ કરતાં વધારે સમયથી વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ છે. એમાંય ખાસ કરીને ચાઇનીંઝ ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

એક સમયે, ચાઇનીઝ ફટાકડા પ્રમાણમાં સસ્તા હોવાને કારણે બજારમાં સરળતાથી મળી રહેતા હતા. પરંતુ તેની બનાવટમાં વપરાતા હાનિકારક કેમિકલને કારણે તે સામાન્ય માણસ અને વાતાવરણને ગંભીર નુકસાન પહોંચાડતા હતા. ચાઇનીઝ ફટાકડાથી હવામાં પ્રદુષણ વધારે ફેલાતું હતું, જે શ્વાસ સંબંધી સમસ્યાઓ વધારતું હતું.

આશીષ ખજાનચી ઉમેરે છે કે, દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. સરકારી નીતિઓ અને 'મેક ઇન ઇન્ડિયા' તથા 'આત્મનિર્ભર ભારત'ના અભિયાનના કારણે દેશમાં ઉત્પાદન થતા ફટાકડાનો સારો વિકાસ થયો છે. સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળતાં, આજે ભારતીય ફટાકડા ગુણવત્તા અને સલામતી બંનેમાં આગળ વધી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news