"કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયા...", AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન

Ahmdabad News: લો બોલો... કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયા. આવું હાસ્યાસ્પદ નિવેદન ભાજપના સિનિયર કોર્પોરેટર અને AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈ કરી રહ્યા છે. સામાન્ય સભામાં મહાદેવ દેસાઈએ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવાની જગ્યાએ હાસ્યાસ્પદ નિવેદન આપીને વાત ઉડાવી દીધી. મહાદેવ દેસાઈના કાર્યકાળમાં જ વ્હાઈટ ટોપિંગ રોડના કામ મંજૂર થયા હતા. કોંગ્રેસની નજર લાગી એટલે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો પર નજર ન રાખી એટલે વ્હાઈટ ટોપિંગ રોડ તૂટ્યાનો આરોપ લાગ્યો છે.

 "કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયા...", AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.