દેવભૂમિ દ્વારકામાં 'મહાકાલ ગેંગ' વિરુદ્ધ 'ગુજસીટોક' હેઠળ કડક કાર્યવાહી, 7 આરોપીઓની ધરપકડ

Devbhoomi Dwarka: પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ સક્રિય 'બિચ્છુ ગેંગ' વિરુદ્ધ કાર્યવાહી થયા બાદ કિશનભા ભાવુભા માણેક (જોધાણી) અને મેહુલભાઈ ઉર્ફે ભુરો કમલેશભાઈ પરમારની સિન્ડિકેટ હેઠળ આ નવી 'મહાકાલ ગેંગ' કાર્યરત થઈ હતી.

દેવભૂમિ દ્વારકામાં 'મહાકાલ ગેંગ' વિરુદ્ધ 'ગુજસીટોક' હેઠળ કડક કાર્યવાહી, 7 આરોપીઓની ધરપકડ

Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા પોલીસે ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં સક્રિય થયેલી 'મહાકાલ ગેંગ' વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરીને તેમને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

Add Zee News as a Preferred Source

આ ગેંગ પર અપહરણ, ખંડણી વસૂલવી, ઊંચા વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી માટે ધમકીઓ આપવી અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવીને મીઠાપુર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ છે. તાજેતરમાં, ગેંગના સભ્યોએ એક અનુસૂચિત જાતિની મહિલા અને તેના પરિવારજનોને જાતિવાચક શબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની બે અલગ-અલગ ગંભીર ઘટનાઓ પણ નોંધાઈ છે.

પ્રાથમિક તપાસમાં આ ટોળકી એક સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ (Organised Crime Syndicate) ચલાવી રહી હોવાનું અને સતત ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાયું હતું. લોકો આ ગેંગના ડરને કારણે ફરિયાદ કરવાથી ડરતા હતા. આ સંગઠિત ગુનાખોરીને અંકુશમાં લેવા માટે, દેવભૂમિ દ્વારકા પોલીસે આખરે તા. ૦૭/૧૦/૨૦૨૫ના રોજ ગુજસીટોક એક્ટની વિવિધ કલમો હેઠળ આ ગેંગના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી થનાર આ ત્રીજી ગેંગ છે. આ કેસની વધુ તપાસ DYSP દ્વારકા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

આરોપીઓના નામ 

  • કિશનભા ભાવુભા માણેક(જોધાણી)
  • મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર
  • કરણભા જેઠાભા કારા
  • ઉમેશભા અજુભા માણેક
  • કનૈયાભાઇ ઉર્ફે કાનો સામરાભાઇ હાથીયા
  • એભાભા વીરાભા સુમણીયા
  • દિપુભા વીરાભા સુમણીયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news