અમદાવાદમાં અચાનક પાંચ દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરાયો આ બ્રિજ, AMCનો નિર્ણય
અમદાવાદમાં ટ્રાફિકથી વ્યસ્ત રહેતો સુભાષ બ્રિજ પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજમાં વચ્ચે તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. હવે સમારકામ માટે બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે.
Trending Photos
)
Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકાએ સૌથી વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજને પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. મનપા દ્વારા રિપેરિંગ કામને લઈને અચાનક બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસીએ આપેલી માહિતી મુજબ આ બ્રિજ 4 ડિસેમ્બરથી આગામી પાંચ દિવસ માટે બંધ રહેશે.
અચાનક બ્રિજ બંધ કરાયો
સૌથી વ્યસ્ત ગણાતો સુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાનું સામે આવતા તંત્રએ આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આજે સાંજે એટલે કે 4 ડિસેમ્બરે સાંજે છ વાગ્યાથી આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા બ્રિજમાં તિરાડની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સુભાષ બ્રિજ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ બ્રિજ અચાનક બંધ કરવાને કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે બ્રિજના બંને તરફનો ભાગ મધ્યમમાં બેસી ગયો છે. એક સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું હાલ જાણવા મળ્યું છે. તેવામાં તેનું સમારકામ કર્યા બાદ બ્રિજ ફરી શરૂ કરવામાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














