ભર ઉનાળે વલસાડ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ; આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતાતુર

South Gujarat weather change: દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. કપરાડા તાલુકાના બોડર વિલેજ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

ભર ઉનાળે વલસાડ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ; આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતાતુર

Gujarat weather change: કપરાડા તાલુકાના અંધાર પાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર, ઓજર સહીત ના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસ પિંડી, તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભર વરસાદીને લઇ નદી નાળાઓમાં પાણીની આવક થઇ છે અને નવા નિર આવ્યા છે. છેલ્લા 4 દિવસથી બપોર બાદ વાતાવરણ બદલાય છે. ભર ઉનાળાને લઇ વરસાદને લઇ કેરી અને લીલા શાકભાજીમાં નુકસાન ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને ગરમી તથા ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ આંબા પર હજી કેરી બરાબર બેડવાની બાકી હોય તેવા સમયે પડેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે. ખેડૂતોને ભય છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભય છે. આમ, દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે, પરંતુ કેરી અને ચીકુ જેવા મહત્વના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘવારીના માર વચ્ચે કમોસમી વરસાદનો આ ફટકો ખેડૂતો માટે વધુ એક પડકાર લઈને આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news