close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Surat News

કામરેજ : બે યુવકોના મોતથી રોષે ભરાયેલા ગામલોકોએ ચક્કાજામ કર્યું

કામરેજ : બે યુવકોના મોતથી રોષે ભરાયેલા ગામલોકોએ ચક્કાજામ કર્યું

સુરતના કામરેજના વલથાણ ચોકડી પર નેશનલ હાઇવે 48 પર બે દિવસ પહેલા માંકણા ગામના બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને આજે ગ્રામજનો નેશનલ હાઇવે પર અમદાવાદથી મુંબઈ અને મુંબઈ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોએ અડધો કલાક ઓવરબ્રિજની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.  

Jun 19, 2019, 03:40 PM IST
સુરત : પોલીસે કન્ટેન્ટર ખોલીનું જોયું તો દારૂનો જથ્થો જોઈને ચોંકી જ ગઈ

સુરત : પોલીસે કન્ટેન્ટર ખોલીનું જોયું તો દારૂનો જથ્થો જોઈને ચોંકી જ ગઈ

સુરતના પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પર્વતપાટિયા પાસેથી પસાર થનાર કન્ટેનરમાં લાખ્ખો રૂપિયાનો દારુ લઇ જવાઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનરને ઝડપી પાડયું હતું. પોલીસે કન્ટેનરમાંથી 35 લાખનો દારૂ પકડી પાડ્યો હતો.

Jun 19, 2019, 02:37 PM IST
સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનામાં સૌથી પહેલા જેલમાં ધકેલાયેલા કોચિંગ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીએ કોર્ટમાં જામીન અરજી કરી છે. જામીન અરજી ઉપર કોર્ટમાં ફેંસલો લેવામાં આવે તે પહેલા જયેશ કાનાણી અને રમેશ ખંડેલા નામના બે વાલીઓએ વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ કરતા ભાર્ગવ બુટાણીની મુશ્કેલીઓ વધી છે. બુટાણીએ વાલીઓને ગુમરાહ કરી સોગંદનામાં ઉપર સહીઓ કરાવી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.

Jun 18, 2019, 03:59 PM IST
સુરત : હોટલના ટેરેસ પર ચાર યુવાનોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત

સુરત : હોટલના ટેરેસ પર ચાર યુવાનોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત

સુરતના માંગરોળના ધામરોડ નજીક આવેલી સાઈ સીતારામ હોટલ નજીક આવેલ પાણીના ટાંકા પાસે ચાર યુવકોને કરંટ લાગવાની ઘટના બની છે. જ્યાં સારવાર દરમ્યાન બે યુવકોના મોત નિપજ્યા છે. કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Jun 18, 2019, 11:10 AM IST
સુરત: 14 વર્ષના શિવનું ગજબનું ભેજુ, આગ લાગે ત્યારે ફટાફટ મેસેજ મોકલે તેવું ડિવાઇસ બનાવ્યું

સુરત: 14 વર્ષના શિવનું ગજબનું ભેજુ, આગ લાગે ત્યારે ફટાફટ મેસેજ મોકલે તેવું ડિવાઇસ બનાવ્યું

તક્ષશિલા અગ્નિકાંડના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે સુરતના 14 વર્ષીય કિશોરે એક અનોખુ ડિવાઇસ બનાવ્યું છે. જેનાથી આગનું વિકરાળ સ્વરુપ બનતા અટકાવી શકાય.

Jun 15, 2019, 08:32 PM IST
વલસાડની સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ફસાયા જિજ્ઞેશ મેવાણી, સ્કૂલે કરી ફરિયાદ

વલસાડની સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ફસાયા જિજ્ઞેશ મેવાણી, સ્કૂલે કરી ફરિયાદ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 10:18 AM IST
ZEE 24 કલાક ઈમ્પેક્ટ : વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ

ZEE 24 કલાક ઈમ્પેક્ટ : વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ

વાયુ વાવાઝોડાને પગલે રાજયનાં તમામ કાંઠા વિસ્તારોને એલર્ટ આપી દેવામા આવ્યુ છે. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરતનો ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંઠા વિસ્તાર છે, ત્યારે દરેક જગ્યાએ તંત્ર સાબદુ થઈ ચૂક્યું છે.

Jun 11, 2019, 02:31 PM IST
સુરત : શાળાના પહેલા જ દિવસે શિક્ષકે કરેલી વિદ્યાર્થીનીની છેડતીનો ભાંડો ફૂટ્યો

સુરત : શાળાના પહેલા જ દિવસે શિક્ષકે કરેલી વિદ્યાર્થીનીની છેડતીનો ભાંડો ફૂટ્યો

સુરતમાં દીકરીઓ સલામત નથી તેના અનેક પુરાવા વારંવાર મળતા રહે છે. ક્યાંક બાળકી સાથે બળાત્કાર, તો ક્યાંક અત્યાચારના બનાવો છાશવારે બનતા હોય છે. ત્યારે સુરતની એક સ્કૂલના શિક્ષકે કિશોરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. 

Jun 10, 2019, 04:06 PM IST
સુરતના 3 યુવકોએ કાયદો હાથમાં લીધો, ચોરીના આરોપમાં 2 કિશોરના વાળ કાપ્યા

સુરતના 3 યુવકોએ કાયદો હાથમાં લીધો, ચોરીના આરોપમાં 2 કિશોરના વાળ કાપ્યા

સુરતમાં રૂવાંડા ઉભા કરી દે તેવો વીડિયો વાયરલ થયો છે. ત્રણ વ્યક્તિઓએ બે કિશોરના વાળ કાપી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ બંને કિશોરોના વાળ કાપીને તેમની પાછળ લાંબા સમય સુધી ટોળુ ચાલતુ હતું. 

Jun 10, 2019, 03:40 PM IST
સુરતના ફરાર પોલીસ કર્મીઓ અંગે ગુજરાત પોલીસ વડા બોલ્યા, ‘કડક પગલા લઈશું’

સુરતના ફરાર પોલીસ કર્મીઓ અંગે ગુજરાત પોલીસ વડા બોલ્યા, ‘કડક પગલા લઈશું’

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્યના પોલીસ વડા દ્વારા સમયાંતરે ગાંધીનગર ખાતે શહેરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં.

Jun 10, 2019, 02:23 PM IST
સ્કૂલ ખૂલતાની સાથે જ સુરતની શાળામાં લાગી આગ, આખરે કામ આવ્યા ફાયરના સાધનો

સ્કૂલ ખૂલતાની સાથે જ સુરતની શાળામાં લાગી આગ, આખરે કામ આવ્યા ફાયરના સાધનો

સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે લાગેલી આગની ઘટના બાદ તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા તથા સાધનોના ઉપયોગ અંગે તાકીદ કરવામાં આવી હતી, જેને પગલે જ સુરતની એક સ્કૂલમાં મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી.

Jun 10, 2019, 10:53 AM IST
સુરત: પોલીસ કોન્સ્ટેબલે ACP ચૌહાણ વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

સુરત: પોલીસ કોન્સ્ટેબલે ACP ચૌહાણ વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

પોલીસ વિભાગમાં અનેક વખત નાના કર્મચારીઓએ મન ન માને તો પણ ઉચ્ચ અથવા ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવું પડતું હોય છે, અને જો આદેશ ન માનવામાં આવે તો તેની સજા પણ ભોગવવી પડતી હોય છે કારણ કે પોલીસ ખાતુ શિસ્તને વરેલો વિભાગ છે. ઉપરી અધિકારી સામે કોઇ શિંગડા ભેરવવાની હિંમત કરતું નથી. જો કે સુરતમાં બનેલી એક ઘટનામાં કર્મચારીએ ઉપરી અધિકારીની ફરિયાદ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કરી છે.  

Jun 9, 2019, 11:20 PM IST
સુરત: દેશી દારૂના અડ્ડાનો VIDEO થયો વાઈરલ

સુરત: દેશી દારૂના અડ્ડાનો VIDEO થયો વાઈરલ

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ જોવા મળી રહ્યું છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સુરતનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં દેશી દારૂના અડ્ડા પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને લોકો  દારૂ પીતા જોવા મળે છે. 

Jun 9, 2019, 06:36 PM IST
રિસાયેલા બાળકની જેમ ભાજપના સભ્યએ વલસાડની સભામાં કર્યો વિરોધ

રિસાયેલા બાળકની જેમ ભાજપના સભ્યએ વલસાડની સભામાં કર્યો વિરોધ

વલસાડની સામાન્ય સભામાં આજે અનોખા અંદાજમાં એક સભ્યનો વિરોધ જોવા મળ્યો હતો. રજૂઆતો છતા કામ ન થવાથી ભાજપના એક સભ્યએ સામાન્ય સભામાં રમકડાંવાળી કરી હતી. આમ, આ વિરોધને પગલે વલસાડની સામાન્ય સભામાં અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા. સત્તાધારી પક્ષના જ સભ્યએ આવી રીતે વિરોધ કરતા વલસાડની આ સામાન્ય સભા આજે ચર્ચાનો વિષય બની હતી.

Jun 7, 2019, 04:13 PM IST
ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી

અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન આપતા સમયે એક વૃદ્ધ દર્દીના હાથમાં પ્રવાહી પડ્યુ હતું. એટલું જ નહિ, રાતોરાત દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું.

Jun 6, 2019, 10:38 AM IST
સુરત : લગ્નપ્રસંગમાં રમતા-રમતા બાળકી વાયરને અડી ગઈ, જોતજોતામાં થયું મોત

સુરત : લગ્નપ્રસંગમાં રમતા-રમતા બાળકી વાયરને અડી ગઈ, જોતજોતામાં થયું મોત

સુરતના પાંડેસરામાં 9 વર્ષની બાળકીનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે લોખંડના પાઇપ પર લગાવેલ લાઇટિંગ ફોક્સને તે સ્પર્શ કરી જતા બાળકીનું મોત નિપજ્યું હતું.

Jun 5, 2019, 02:58 PM IST
પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના

પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના

નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરમાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો. આ મામલે પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી. પવિત્ર રમઝાન મહિનામાં તલાક કહેતા મહિલાનો પરિવાર દુઃખી થયો છે.

Jun 5, 2019, 08:07 AM IST
સાપની કાચળી ઉતરે તેમ મેકઅપ કર્યા બાદ ઉતરી યુવતીની ચામડી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

સાપની કાચળી ઉતરે તેમ મેકઅપ કર્યા બાદ ઉતરી યુવતીની ચામડી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

કેમિકલવાળા સ્ક્રીમથી કેવા કેવા પ્રકારના સ્કીન પ્રોબ્લમ થાય છે તેનો એક કિસ્સો સુરતથી બહાર આવ્યો છે. સુરતમાં મામાની દીકરીના લગ્નમાં સગીરાએ મેકઅપ કરાવ્યો હતો. મોઢુ ધોયા બાદ તેનો ચહેરો એટલી ગંદી રીતે ખરાબ થઈ ગયો હતો કે, તેને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માટે દોડવું પડ્યું હતું. 

Jun 4, 2019, 03:34 PM IST
સુરત : 8 પોલીસ કર્મી સામે લુકઆઉટ નોટિસ છતા પોલીસનો પાવર ન ગયો, જેલ સત્તાધીશોએ કોર્ટ ઓર્ડરને રસ્તા પર ફેંક્યો

સુરત : 8 પોલીસ કર્મી સામે લુકઆઉટ નોટિસ છતા પોલીસનો પાવર ન ગયો, જેલ સત્તાધીશોએ કોર્ટ ઓર્ડરને રસ્તા પર ફેંક્યો

સુરત ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલે ફરાર પોલીસકર્મીને પકડવાનો રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે. ત્યારે તમામ ફરાર પોલીસ અધિકારીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. 

Jun 4, 2019, 11:15 AM IST
FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત

FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત

દેશને હચમચાવી મુકનારા સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ગુનો નોંધ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પાલિકાના જવાબદાર અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ જે ફોરેન્સિક સાયન્સ લેબના રીપોર્ટની રાહ જોઈ રહી હતી, તે પ્રાથમિક રીપોર્ટ એફએસએસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે. જેમાં કારણ કંઈક બીજુ જ નીકળ્યું છે. એસીના આઉટડોર યુનિટમાં સૌથી પહેલા આગ લાગી હોવાનું તારણ કહેવામાં આવ્યું છે, એ પણ બીજા માળનું...

Jun 3, 2019, 08:21 AM IST