મિઝોરમની 27 વર્ષીય યુવતીનો મળી આવ્યો મૃતદેહ, યુવતી પાસેથી દારૂની બોટલ પણ મળી

મૂળ મિઝોરમની આશા રાવ બહાદુર સારકી સુરતના વેસુ ખાતે આનંદ આવાસની બિલ્ડીંગ નંબર E ફ્લેટ નંબર 503માં છેલ્લા થોડા સમયથી રહેતી હતી. સુરત (Surat) માં એકલી જ રહેતી અને બ્યુટી પાર્લર (Beauty Parlour) નું કામ કરતી આ યુવતીને તેની માતા ત્રણ દિવસથી ફોન કરી રહી હતી. જોકે, તેણી ફોન ઉપાડતી ન હતી.

મિઝોરમની 27 વર્ષીય યુવતીનો મળી આવ્યો મૃતદેહ, યુવતી પાસેથી દારૂની બોટલ પણ મળી

ચેતન પટેલ, સુરત : વેસુ (Vesu) ખાતે આનંદ આવાસમાં રહેતી અને બ્યુટી પાર્લર (Beauty Parlour) નું કામ કરતી મિઝોરમ (Mizoram) ની 27 વર્ષીય યુવતીનો ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સુરતમાં એકલી રહેતી યુવતીને તેણીની માતા ત્રણ-ચાર દિવસથી ફોન કરતી હતી. યુવતી તોઓનો ફોન ઉપાડતી ન હતી. 

તેથી સુરત (Surat) માં રહેતા ઓળખીતાને જાણ કરતા તેમણે આવાસ પર પહોંચી તપાસ કરતા ફ્લેટના અન્ય રહીશો પણ ભેગા થઇ ગયા હતા. રૂમમાંથી દુર્ગંધ આવતી હતી અને અંદરથી દરવાજો લોક હોવાથી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરીને દરવાજો તોડતા જ યુવતી મૃત હાલતમાં મળી આવી હતી.

યુવતીનું ત્રણ-ચાર દિવસ પહેલા મોત થયું હોવાનું જાણવા મળ્યું
યુવતી પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે. ઉમરા પોલીસે મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. યુવતી પાસેથી મોબાઈલ ફોન મળ્યો હોવાથી તેની કોલ ડિટેલ પોલીસ દ્વારા તપાસવામાં આવશે. વધુમાં યુવતીનું ત્રણ-ચાર દિવસ પહેલા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતીને તેની માતા ત્રણ દિવસથી ફોન કરતી હતી
બ્યુટી પાર્લર (Beauty Parlour) નું કામ કરતી યુવતીને તેની માતા ત્રણ દિવસથી ફોન કરતી હતી. મૂળ મિઝોરમની આશા રાવ બહાદુર સારકી સુરતના વેસુ ખાતે આનંદ આવાસની બિલ્ડીંગ નંબર E ફ્લેટ નંબર 503માં છેલ્લા થોડા સમયથી રહેતી હતી. સુરત (Surat) માં એકલી જ રહેતી અને બ્યુટી પાર્લર (Beauty Parlour) નું કામ કરતી આ યુવતીને તેની માતા ત્રણ દિવસથી ફોન કરી રહી હતી. જોકે, તેણી ફોન ઉપાડતી ન હતી.

ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાથી આ અંગે પોલીસ કંટ્રોલને જાણ કરાઇ
માતાએ સુરતમાં રહેતા ઓળખીતાઓને ફોન કરી ફ્લેટ ઉપર જોવા મોકલ્યા હતા. જ્યાં ફ્લેટના અન્ય રહીશો પણ ભેગા થઇ ગયા હતા. આ ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાથી આ અંગે પોલીસ (Police) કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી દરવાજો તોડવા આવ્યો હતો.

મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે
દરવાજો તોડતા જ આશા સારકી મૃત હાલતમાં નજરે પડી હતી. પોલીસે મૃતદેહ (Death) નો કબ્જો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે, આશા સારકી પાસેથી મોબાઈલ ફોન (Mobile Phone) મળ્યો છે. તેમજ દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસે કોલ ડિટેલ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. આશાનું મોત કઈ રીતે થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news