ઝી બ્યુરો/સુરત: સુરત એરપોર્ટને મોદી નામકરણ આપવા અંગેની માંગ સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા દેશના પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં સુરત એરપોર્ટ ખાતેથી સુરત- દુબઈ ની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે અને આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પણ આગામી બે મહિનામાં સુરત હોંગકોંગની ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2018માં આ માંગણી લેખિતમાં કરવામાં આવી હતી
જેને લઇ સુરત એરપોર્ટની કનેક્ટિવિટીમાં પણ વધારો થાય તેવી શક્યતાના પગલે એરપોર્ટને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવા અંગેની માંગ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીનું કહેવું છે કે વર્ષ 2018માં આ માંગણી લેખિતમાં કરવામાં આવી હતી. વર્ષ 2014 બાદ નરેન્દ્ર મોદીના નેતુત્વમાં દેશનો વિકાસ થયો છે. જેની સાથે સુરત એરપોર્ટ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 


પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરાઈ
સુરત ડાયમંડ બુર્સ શરૂ થતા ની સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ જ સુરત એરપોર્ટ ખાતેથી સુરત દુબઈની પણ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરવામાં આવેલી જાહેરાતને લઈ આગામી બે મહિના બાદ સુરત હોંગકોંગની પણ ફ્લાઇટ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરાય છે. જ્યાં બીજી તરફ સુરત એરપોર્ટને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. 


વર્ષ 2014 પછી સુરત એરપોર્ટનો પણ વિકાસ થયો
આ અંગે સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઇજાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2018માં લેખિતમાં આ મામલે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2014 બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશનો વિકાસ ઝડપભેર રીતે આગળ વધી રહ્યો છે. વર્ષ 2014 પછી સુરત એરપોર્ટનો પણ વિકાસ થયો છે. જ્યાં સુરત એરપોર્ટને કનેક્ટિવિટી મળી રહે તે માટેના પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.


નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ
આગામી દિવસોમાં જ્યારે સુરત એરપોર્ટ થી વધુ ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે ત્યારે કોઈને એટલે બોલતો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ મળવાની શક્યતા રહેલી છે. ઉપરાંત સુરત ડાયમંડ શરૂ થવાની સાથે હીરા વેપારીઓની અવરજવર પણ વધવાની છે. તે જ કારણ છે કે પ્રધાનમંત્રી ના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કરવામાં આવી છે.