Surat News: સુરતની યુવતી પર હોટલમાં ગેંગરેપ, ભાજપના મહામંત્રી અને તેના મિત્રએ કેફી પીણું પીવડાવી ગુજાર્યું દુષ્કર્મ

Surat Gangrape Case : સુરતમાં 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ફરિયાદ... વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રની ધરપકડ.. કેફી પીણુ પીવડાવીને હોટલમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ.. 
 

Surat News: સુરતની યુવતી પર હોટલમાં ગેંગરેપ, ભાજપના મહામંત્રી અને તેના મિત્રએ કેફી પીણું પીવડાવી ગુજાર્યું દુષ્કર્મ

Surat News : સુરતના દુષ્કર્મના કેસમાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. વોર્ડ નંબર 8ના BJPના મહામંત્રી આદિત્ય અને તેના મિત્ર ગૌરવ સિંઘે સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જહાંગીરપુરાની હોટલમાં કેફી પીણુ પીવડાવી 23 વર્ષની યુવતી પર ગેંગરેપનો બનાવ બન્યો છે. રેપ બાદ યુવતીને તેના ઘર પાસે ઉતારી બંને યુવક ફરાર થઈ ગયા હતા. બંને યુવકોએ યુવતીને કેફી પીણું પીવડાવ્યું હતુ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ભાનમાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
 
દુષ્કર્મ બાદ યુવતીને તેના ઘરે છોડી દીધી 
વેડરોડની 23 વર્ષીય યુવતી સાથે જહાંગીરપુરાની હોટલમાં બે યુવકોએ ગેંગરેપ ગુજાર્યો હતો. 23 વર્ષિય યુવતી ગતરોજ વેડરોડ પર બજારમાં ગઈ હતી. ત્યાં બજારમાં યુવતીનો ઓળખીતો યુવક આવ્યો હતો. યુવક યુવતીને પોતાની કારમાં બેસાડી યુવકે યુવતીને ઘેની પદાર્થ પીવડાવીને અર્ધબેભાન કરી દીધી હતી. પછી આરોપી તેણીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં આરોપી સાથે તેનો મિત્ર પણ ગયો હતો. આરોપી અને તેના મિત્રએ યુવતી સાથે પર વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી યુવતીને ફરીથી કારમાં બેસાડીને તેણીના ઘર પાસે છોડી દીધી હતી.

આરોપીઓના નામ આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂત હોવાનું સામે આવ્યું છે. જેમાંથી આદિત્ય ઉપાદ્યાય વોર્ડ નંબર 8 ના ભાજપના મહામંત્રી હોવાનું ખૂલ્યું છે. સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભાજપે કર્યું સસ્પેન્ડ
ગેંગરેપમાં ભાજપના મહામંત્રીનું નામ આવતા પાર્ટી દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભાજપે પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે, ગુનાહિત પ્રવૃત્તિમાં તમારું નામ ખુલતા તમારી ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, અને તમારી સામે ગુનો નોંધવામાં બાવ્યો છે. તમને પક્ષના પ્રાથમિક તથા સક્રિય સભ્ય અને તમામ પદ ઉપરથી તાાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news