• સુરતમાં નાનપુરાના બિલ્ડર દ્વારા 11 લાખમાં બકરો ખરીદાયો

  • બકરાનું વજન 142 કિલો અને 46 ઈંચ ઉંચાઈ છે

  • આ બકરાને રોજ કાજુ બદામ, આયુર્વેદિક ઔષધિ અને 4 લીટર દૂધ પીવડાવવામાં આવે છે

  • ઈદના દિવસે બકરાની કુરબાની આપવામાં આવશે


ચેતન પટેલ/સુરત :બકરી ઇદને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કાશ્મીરી, રાજસ્થાની, પંજાબી સહિતની નકલના અલગ-અલગ બકરાઓ નિર્માણ માર્કેટમાં રહેતી હોય છે. આ વચ્ચે બકરી ઈદ (bakra eid) ના પર્વને લઇ લોકો લાખો રૂપિયા ખર્ચીને બકરાની ખરીદી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમા 11 લાખનો એક મહામૂલો બકરો (goat price) ખરીદવામાં આવ્યો છે. હાલ આ બકરો લોકોનો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તૈમૂર (Taimur) નામના આ બકરાનું વજન 192 છે અને તેની ઊંચાઈ ૪૬ની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : શું ગુજરાતના પુરુષો મિસોજીનેસ્ટિક બની રહ્યા છે? જે સ્ત્રીઓને મિલકત સમજીને તેમના પર અત્યાચાર કરે છે


બકરી ઇદને લઇને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આ દિવસને લઇને તેઓ અગાઉથી જ બકરાઓની ખરીદી કરતા હોય છે અને તેમાં પણ કેટલાક એવા પણ વર્ગો છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને બકરો ખરીદતા હોય છે. ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા જબ્બરભાઈ સુરતીએ બકરી ઇદને લઈને રૂપિયા 11 લાખનો બકરો (costly goat) ખરીદ્યો છે.


રસપ્રદ વાત એ છે કે, આ બકરાનું નામ તૈમુર છે. આ બકરાંનું વજન 192 કિલો છે અને તેની ઉંચાઈ 46 ઈંચની છે. આ બકરાને ઈદના દિવસે કુરબાની આપી ઉજવણી કરવામાં આવશે. 


આ પણ વાંચો : આ ગુજરાતની પ્રગતિ છે કે અધોગતિ? અંધારામાં ગર્ભપાતને બનાવ્યો ખેલ, જુઓ ખાસ રિપોર્ટ 


ઉલ્લેખનીય છે કે, બકરાની હાલની ઉંમર અઢી વર્ષની છે. આઠ મહિના સુધી એક પશુપાલકે તેની સારસંભાળ કરી હતી. જેની પાસેથી આ બકરો લાખો રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ બકરાને હાલ ખોરાકમાં કાજુ બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો અને મુરબ્બો ખોરાકમાં આપવામાં આવી રહ્યો છે. સાથોસાથ ચાર લીટર દૂધ પણ પીવડાવવામાં આવી રહ્યું છે. બકરાની દરરોજ એક કલાક માલિશ કરવામાં આવે છે અને અઠવાડિયામાં એક વાર વોક પર લઈ જવામાં આવે છે.