સુરત: ત્રણ શખ્સોએ તિક્ષ્ણ ઘા ઝીંકી ગૌતમ ગોયાણીની કરી હત્યા

સુરતમાં કૂખ્યાત એવા ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની હત્યા કરવામાં આવી છે. ગત મોડીરાત્રે કામરેજમાં કેટલાક શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ગોલ્ડનની હત્યા કરી હતી. કામરેજ પોલીસ સ્ટેશન નજીક આવેલા હનુમાન મંદિર પાસે આ ઘટનાને અંજામ આપ્યો હતો. 

Updated By: May 21, 2018, 12:59 PM IST
સુરત: ત્રણ શખ્સોએ તિક્ષ્ણ ઘા ઝીંકી ગૌતમ ગોયાણીની કરી હત્યા

કિરણસિંહ ગોહિલ/ સુરત: સુરતમાં કૂખ્યાત એવા ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની હત્યા કરવામાં આવી છે. ગત મોડીરાત્રે કામરેજમાં કેટલાક શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ગોલ્ડનની હત્યા કરી હતી. કામરેજ પોલીસ સ્ટેશન નજીક આવેલા હનુમાન મંદિર પાસે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક શંકાસ્પદ બાઈક આવતું દેખાય છે. જેના પર ત્રણ શખ્સો સવાર હતા. આ શખ્સો જ્યાથી પસાર થયા હતા. ત્યાથી જ ગોલ્ડનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ મૃતક ગોલ્ડનની બહેનનો આક્ષેપ છે કે, ગોલ્ડનની રૂપિયા આપીને હત્યા કરવામા આવી છે. મહત્વનું છે કે, અગાઉ ગોલ્ડન દ્વારા જમીન અદાવતને લઈને ત્રણ વ્યક્તિની હત્યા કરાઈ હતી. ગોલ્ડને ભરત તોગડીયા, બાલુ હીરાણી અને અશોક પટેલની હત્યા કરી હતી. જે મામલે ગૌતમની બહેનની ધરપકડ કરાઈ હતી.

કોણ છે ગોતમ ગોયાણી
જમીનના ઝઘડામાં સુરતમાં ત્રિપલ મર્ડર થયા હતા જેનો આરોપી હતો ગોતમ ગોયાણી

કોની પર શંકા
મૃતકના સગાની વાત માનીએ તો સુરત ત્રિપલ મર્ડરમાં ગૌતમ ગોયાણીની મદદગારી માં સંડોવાયેલા કિશન ખોખર અને અન્ય તેનાજ માણસો પર શંકા સેવાઈ રહી છે

કામરેજ નવાગામ પોલીસ સ્ટેશન ની બિલકુલ પાછળ હનુમાન મંદિર પાસે મોડી રાત્રે ત્રિપલ હત્યાના આરોપી ગોતમ ગોયાણી ઉર્ફ ગોલ્ડન ની કોઈ અજણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.મોડી રાત્રે થયેલી હત્યા બાદ કામરેજ પોલીસ સહીત ઉંચ પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો.મુતક ની બહેન કોમલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતુકે તેના ભાઈ ની હત્યા રૂપિયા આપીને બદલાની ભાવના થી કરવામાં આવી છે.

ગૌતમ ઉર્ફ ગોલ્ડન પણ ગુનાહિત માણસ ધરાવતો હોવાથી તેની હત્યા થઇ હોવાનું પોલીસ માની રહી છે પણ હત્યા કોને અને કેમ કરી તે દિશામાં કામરેજ પોલીસ કામે લાગી છે.જોકે જ્યાં ગોતમ ની હત્યા કરવામાં આવી તે જગ્યા નજીક લાગેલા સી.સીટીવી માં મોડી રાત્રે એક બાઈક આવે છે ત્રણ યુવાનો રસ્તો ક્રોસ કરીને જાય છે અને ત્યાં ગોતમમો મૃતદેહ મળી આવ્યો છે. હાલ તો પોલીસે સી.સી.ટીવી ફૂટેજના આધારે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.