સુરત: GIDC વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનામાં લાગી આગ

સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડ ધામનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.   

Updated By: Sep 2, 2019, 06:12 PM IST
સુરત: GIDC વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનામાં લાગી આગ

ચેતન પટેલ/સુરત: સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડ ધામનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

સ્ટોનમાં આગ લાગતા આગના ધુમાડા 1 કિલો મીટર દૂર જોઈ શકાય તેવા હતા. ઉપરાંત ફાયરની ટીમને ધુમાડાના કારણે કાગ પર કાબુ મેળવવો અઘરું બની ગયું હતું. અંદાજીત 5 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 20 થી 25 મિનિટની જહેમદ બાદ ફાયરે આગ પર કાબુ મેળવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જુઓ 2 થી 6 સપ્ટેમ્બર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે

આગના કારણે સ્ટોન સહિતનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. અત્યારે ફાયર બ્રિગેડની ટીમના અધિકારીઓ દ્વારા પ્રાથમિક તારણ અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. પરંતુ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

જુઓ LIVE TV :