સુરત: રાહદારીઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગના 5 શખ્શની ધરપકડ

શહેરમા એકલ દોકલ રાહદારીને નિશાન બનાવીને ચાલુ બાઇક પર મોબાઇલ સ્નેચિંગ કરનારી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રુ 2.57 લાખની કિંમતના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ ગેંગના વધુ આરોપીઓને ઝડપી લેવાની તપાસ શરૂ કરી છે. 
 

સુરત: રાહદારીઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગના 5 શખ્શની ધરપકડ

ચેતન પટેલ/સુરત: શહેરમા એકલ દોકલ રાહદારીને નિશાન બનાવીને ચાલુ બાઇક પર મોબાઇલ સ્નેચિંગ કરનારી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રુ 2.57 લાખની કિંમતના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ ગેંગના વધુ આરોપીઓને ઝડપી લેવાની તપાસ શરૂ કરી છે. 

વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વરાછા એલ.એચ.રોડ પર રાહદારીને નિશાન બનાવી મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ બાઇક પર ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 5 શખ્સોને ઝડપી પાડયા હતા. જેઓની તપાસ કરતા તેઓની પાસેથી રૂપિયા 2 લાખની કિમતના 20 નંગ જેટલા મોબાઇલ મળી આવ્યા હતા.

પોલીસ પુછપરછમા તેઓએ પોતાનુ નામ દિપક ગુપ્તા, મનોજ પટેલ, સંદિપ ગુપ્તા. શમી વાધેલા તથા રાહુલ ચમાર જણાવ્યુ હતુ. તેઓ સુમસામ વિસ્તારમા એકલ દોકલ રાહદારીને નિશાન બનાવી ચાલુ બાઇક પર મોબાઇલ સ્નેચિંગ કરીને ભાગી છુટતા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે વરાછા વિસ્તારના ત્રણ જેટલા મોબાઇલ સ્નેચિંગના ગુનાઓ ઉકેલી કાઢવામા સફળતા મેળવી હતી. હાલ પાંચેય આરોપીઓને કોર્ટમા રજૂ કરી અગાઉ કોઇ ગુનાને અંજામ આપી ચુકયા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી દેવમાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news