આખરે હિસાબ થયો....કોરોનાની બે લહેરમાં સુરત પાલિકાને કેટલો ખર્ચ થયો, સામે કેટલી ગ્રાન્ટ મળી?

કોરોનાની કામગીરી પાછળ પાલિકાને થયેલો તમામ ખર્ચ રાજ્ય સરકારે ચૂકવી આપ્યો છે. રાજ્ય સરકારે 388 કરોડના ખર્ચ સામે રૂપિયા 386 કરોડની ગ્રાન્ટ રિલીઝ કરતા પાલિકાને મોટી રાહત થઈ છે. 

Updated By: Nov 29, 2021, 02:47 PM IST
આખરે હિસાબ થયો....કોરોનાની બે લહેરમાં સુરત પાલિકાને કેટલો ખર્ચ થયો, સામે કેટલી ગ્રાન્ટ મળી?

ઝી ન્યૂઝ/ બ્યુરો: કોરોનાના પહેલા અને બીજા તબક્કામાં રાહત અને બચાવ કામગીરી પાછળ પાલિકાને 388 કરોડનો તોતિંગ ખર્ચ થયો છે. કોરોનાની કામગીરી પાછળ પાલિકાને થયેલો તમામ ખર્ચ રાજ્ય સરકારે ચૂકવી આપ્યો છે. રાજ્ય સરકારે 388 કરોડના ખર્ચ સામે રૂપિયા 386 કરોડની ગ્રાન્ટ રિલીઝ કરતા પાલિકાને મોટી રાહત થઈ છે. 

મળતી માહિચી પ્રમાણે કોરોનાની બે લહેરમાં મનપાને ₹ 388 કરોડનો ખર્ચ થયો છે, જેમાં દવા માટે 70 કરોડ, ટેસ્ટિંગ માટે 75 કરોડ, માસ્ક માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે સાધન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 120 કરોડ, PPE કીટ માટે 2 કરોડ, ધન્વંતરી રથ માટે 3 કરોડ, એચ આર અને મેન પાવર માટે 78 કરોડ અને લોકોની સારવાર પાછળ 33 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી બાજુ રૂ. 388 કરોડ સામે મનપાને રૂ. 386 કરોડની ગ્રાન્ટ મળી છે.

કોરોનાના વીસ મહિનામાં પાલિકાએ કોરોના પાછળનો તમામ ખર્ચ સ્વભંડોળમાંથી કરી રાજ્ય સરકાર પાસેથી કોવિડ ગ્રાન્ટ માંગી હતી. નાણાકીય વર્ષ 2020-21માં રૂપિયા 200 કરોડ અને નાણાકીય વર્ષ 2021-22માં રૂપિયા 250 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે. 2020-21માં પાલિકાને રૂપિયા 200 કરોડની પુરેપુરી ગ્રાન્ટ મળી ગઈ છે જ્યારે ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયા 186 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકારની ગ્રાન્ટને પગલે પાલિકાએ કોરોના પાછળ કરેલો ખર્ચ ગ્રાન્ટમાંથી નીકળી ગયો છે. કોરોનાને કારણે શહેરમાં વિકાસ કામના બજેટ પર વિપરીત અસર પડે તેવી દહેશત ખોટી ઠરી છે. પાલિકાએ શહેરમાં વિકાસ કામો સાકાર કરવા માટે ફાળવેલુંબજેટ યથાવત રહ્યું છે. 

કોરોના પાછળ ક્યાં કેટલો ખર્ચ?
- દાવા રૂપિયા 70 કરોડ
- ટેસ્ટિંગ કિટ રૂપિયા 75 કરોડ
- સાધનો અને ઈન્ફ્રાકચર રૂપિયા 120 કરોડ
- ધન્વતંરી રથ રૂપિયા 3 કરોડ
- માસ્ક રૂપિયા 4 કરોડ
- પીપીઈ કિટ રૂપિયા 2 કરોડ
- સારવાર રૂપિયા 33 કરોડ
- એચઆર (મેન પાવર)78 કરોડ