સુરત: માસાએ 10 વર્ષની બાળાને બોલાવી કહ્યું આ ફિલ્મમાં જેવું થાય છે તેવી એક્ટિંગ આપણે કરવાની છે અને...

શહેરમાં હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ હવે જાણે કે નોર્મલ થઇ ગઇ હોય તે પ્રકારે કિસ્સા સામે આવે છે. પોલીસ તંત્ર સુરતમાં સરેઆમ નિષ્ફળ નિવડી રહ્યું છે. અસામાજીક તત્વોમાં જાણે પોલીસની કોઇ જ ધાક ન હોય તે પ્રકારે રોજિંદી રીતે ગુનાઓ બને છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે એક નાનકડી બાળકી પર તેનાં જ માસા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઘટના અંગે તેના વાલીને 2 વર્ષ બાદ જાણ થતા હાલમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે 2 વર્ષ બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસ સાશંક છે.

Updated By: Dec 18, 2020, 05:38 PM IST
સુરત: માસાએ 10 વર્ષની બાળાને બોલાવી કહ્યું આ ફિલ્મમાં જેવું થાય છે તેવી એક્ટિંગ આપણે કરવાની છે અને...
પ્રતિકાત્મક તસવીર

સુરત : શહેરમાં હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ હવે જાણે કે નોર્મલ થઇ ગઇ હોય તે પ્રકારે કિસ્સા સામે આવે છે. પોલીસ તંત્ર સુરતમાં સરેઆમ નિષ્ફળ નિવડી રહ્યું છે. અસામાજીક તત્વોમાં જાણે પોલીસની કોઇ જ ધાક ન હોય તે પ્રકારે રોજિંદી રીતે ગુનાઓ બને છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે એક નાનકડી બાળકી પર તેનાં જ માસા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઘટના અંગે તેના વાલીને 2 વર્ષ બાદ જાણ થતા હાલમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે 2 વર્ષ બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસ સાશંક છે.

અમદાવાદ : કૃષ્ણનગરમાં પંચર ગેંગના ખૂનીખેલમાં ત્રણની ધરપકડ કરાઈ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વિકૃત મકાન માલિકે ભાડૂઆતની 10 વર્ષની બાળકીને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા હવે પોલીસ મકાન માલીકને ઝડપી લીધો છે. કાપોદ્રા વિસ્તારનાં લક્ષમી નગરમાં એક પરિવારની 10 વર્ષીય બાળકી બોલી કે, માસાએ મારી સાથે ગંદુ કામ કર્યું એટલે તું મને વ્હાલ નથી કરતી. બાળકીની આ વાત સાંભળીને માતા હચમચી ઉઠી હતી. તેણે બેસાડીને ધરપતથી પુછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

58 વર્ષીય દેવેન્દ્રભાઈએ ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો, 113 દિવસ કોરોનાની સારવાર લીધી

જો કે આ બાળકી મકાન માલિકને માસા કહેતી હતી. બાળકીએ જણાવ્યું કે, માસાએ બે વર્ષ પહેલા નવરાત્રિના સમયે પોતાના મોબાઇલમાંથી અશ્લીલ વીડિયો બતાવી તેની સાથે આ વીડિયોમાં થાય છે તેવું કરવા માટે જણાવ્યું હતું. જો કે મકાન માલિક લાભુભાઇ ઉસદડિયાએ કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેના કારણે બાળકી ગભરાઇ ગઇ હતી. જો કે અનાયાસે જ તેના મોમાંથી આ શબ્દો સરી પડ્યાં અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube