સુરતની મોડલના આપઘાત કેસમાં નવો વળાંક, સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયેલો મહેન્દ્ર કોણ?
Surat Model Suicide Case : મધ્યપ્રદેશથી સુરત આવેલી મોડલ સુખપ્રીત કૌરના આપઘાત કેસમાં સ્યૂસાઈડ નોટના આધારે મોટો ખુલાસો થયો છે...
Trending Photos
Surat News : સુરતમાં 19 વર્ષીય મોડલ યુવતીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. મોડલને મહેન્દ્ર રાજપૂત નામનો યુવક બ્લેકમેલ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે મોડલે લખેલી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. લિવ-ઇનમાં રહેતો પ્રેમી જ ઘરમાં ગોંધી હાથ-પગમાં બ્લેડ મારતો, ડામ પણ આપતો હોવાનું ખૂલ્યું છે. સુખપ્રીત કૌરે તેને છોડી દેતાં બ્લેકમેલ કરતો હોવાનું સામે આવ્યું.
મોડલિંગના કામ માટે મધ્યપ્રદેશથી સુરત આવી હતી
મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલા સારથી રેસીડેન્સીના D 304 ઘરમાં PG તરીકે 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી. ત્યારે ગતરોજ અચાનક સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
મોડલ કોઈ સાથે લિવ ઈનમાં રહેતી હોય તેવી શંકા પોલીસને હતી, અને પોલીસે તે દિશામાં તપાસ કરી હતી. આ થિયરી સાચી નીકળી હતી. સુખપ્રીત કૌર મહેન્દ્ર રાજપૂત નામના યુવક સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. લિવ-ઇનમાં રહેતો પ્રેમી જ ઘરમાં ગોંધી હાથ-પગમાં બ્લેડ મારતો, ડામ પણ આપતો હોવાનું ખૂલ્યું છે. સુખપ્રીત કૌરે તેને છોડી દેતાં બ્લેકમેલ કરતો હોવાનું સામે આવ્યું.
મહેન્દ્ર રાજપૂત મોડલને બ્લેકમેલ કરતો હતો
સમગ્ર કેસમાં મહેન્દ્ર રાજપૂત નામના યુવકનું નામ સામે આવ્યો છે. મોડલ સુખપ્રીત કૌરે લખેલી સ્યૂસાઈડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં મોડલે મહેન્દ્ર રાજપૂત ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પોલીસે મહેન્દ્ રાજપૂતની શોધખોળ શરૂ કરી
મહેન્દ્ર રાજપૂત નામનો યુવક મોડલને બ્લેક મેઈલ કરતો હતો તેવું સામે આવ્યું છે. આરોપી યુવક મોડલને માર મારી માનસિક ત્રાસ આપતો હોવાનો ખુલાસો થયો છે. સુરતના મહેન્દ્ર રાજપૂત નામના યુવક સામે ગુનો દાખલ કરાયો છે. ત્યારે પોલીસે મહેન્દ્ર રાજપૂતની શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે