)
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરના અલથાણ ભીમરાડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના 3 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
આ ઘટના માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં બની હતી. વિલેષકુમાર પટેલ, જેઓ મહેસાણાના વતની છે અને લુમ્સનું કારખાનું ચલાવે છે, તેઓ તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને 3 વર્ષના પુત્ર ક્રિશિવ સાથે આ સોસાયટીના એ વિંગમાં છઠ્ઠા માળે રહેતા હતા. બનાવ મોડી સાંજે બન્યો, જ્યારે પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈને બિલ્ડીંગની સી વિંગમાં 13મા માળે એક ડ્રેસ સીવડાવવા માટે ગયા હતા. કોઈ અગમ્ય કારણોસર, તેમણે પોતાના પુત્ર સાથે 13મા માળેથી પડતું મૂકી દીધું હતું.
Surat શહેરના ભીમરાડમાં પુત્ર સાથે 13મા માળેથી મહિલા નીચે પટકાતા મોત, પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ#surat #gujarat #news pic.twitter.com/nYjWsgp2Dg
— Zee 24 Kalak (@Zee24Kalak) September 4, 2025
13મા માળેથી દીકરાને ફેંક્યો, 12મી સેકન્ડે માતાએ પડતું મૂક્યું
આખી ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે પહેલા 3 વર્ષનો બાળક ક્રિશિવ નીચે પટકાય છે, અને તેના થોડી જ સેકન્ડમાં તેની માતા પૂજા પણ નીચે પડે છે. બંનેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં જ પરિવારજનો અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતા, અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
મહિલાના પિયર પક્ષે તપાસની માંગ કરી
બીજી બાજુ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર સસરા અને પિયર પક્ષ વચ્ચે બોલા ચાલી જોવા મળી હતી. પિયર પક્ષે પોલીસ સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરીને ન્યાયની માંગ કરી છે. બીજી બાજુ સસરા પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળક 13 મામાથી નીચે પડતા માતા તેને બચાવવા જતા બંને નીચે પટકાયા હતા.
અમે સોસાયટીના તમામ સીસીસીવી કબજે લીધા છે
આ મામલે સુરત શહેર ડીસીપી ડો.નિધિ ઠાકુરે જણાવ્યું કે, પોલીસે હાલ તો આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ કબજે લીધા છે. પોલીસ પરિવારના સભ્યો અને સોસાયટીના અન્ય લોકોના નિવેદનો પણ લઈ રહી છે, જેથી આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે જો માતાએ પુત્રને નીચે ફેંક્યો હશે તો તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવશે.
હાલ આ મામલે અલથાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ આપઘાતની ઘટનાને લઈ પરિવાર સહિત સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે
સીસીટીવીમાં શું દેખાયું
સુરતના ભીમરાડમાં માતા-પુત્રના મોત સમયના CCTV સામે આવ્યા છે. માતા-પુત્ર સાથે 13મા માળેથી પટકાતા મોત થયા છે. જેમાં પહેલાં બાળક નીચે પડ્યા બાદ મહિલા નીચે પટકાઈ હતી. મહિલાએ બાળક સાથે આપઘાત કર્યો હોવાની આશંકા છે. પરંતું પરિવારે મોત અંગે વ્યક્ત કર્યો દાવો--
3 વર્ષના પુત્રને બચાવવા જતાં મહિલા પટકાઈ હોવાનો દાવો કરાયો છે.
ગણેશ મંડપ પાસે જ માતા-પુત્ર પટકાયા
દુખદ વાત એ છે કે, બિલ્ડીંગમાં સ્થાપિત ગણેશ મંડપ થી નજીક જ માતા પુત્ર પટકાયા હતા.
મહિલાના પરિજનોએ યોગ્ય દિશામાં તપાસની માંગ કરી છે. મહિલાના મોત અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલાના સંબધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યની સાથે ન્યાયની માંગ કરી છે. મહિલાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂપ બહાર હોબાળો મચાવ્યો હતો. પુત્રને 13 માં માળેથી નીચે પટકાતા મહિલાએ બચાવવાનો પ્રયાસ કરતા બંને નીચે પટકાતા હોવાનો સસરા પક્ષનો દાવો છે.