બાળકોએ માતાપિતાની હાજરીમાં ફટાકડા ફોડવા એવુ કેમ કહેવાય છે તે આ વીડિયો જોઈને સમજાઈ જશે

દિવાળી (Diwali) માં ફટાકડાથી અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ક્યાંક આગ લાગવાના બનાવ બને છે, તો ક્યાંક દાઝવાના. આ કારણે જ ફટાકડા ફોડતા સમયે સાવચેતી રાખવાની બહુ જ જરૂર છે. બાળકોએ માતાપિતાની હાજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ તેવી સલાહ હંમેશા આપવામા આવે છે. સુરતમાં એવી ઘટના સામે આવી છે, જેમાં બાળકો ફટાકડા ફોડવા બેસ્યા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો (viral video) સામે આવ્યો છે. 

Updated By: Oct 29, 2021, 08:10 AM IST
બાળકોએ માતાપિતાની હાજરીમાં ફટાકડા ફોડવા એવુ કેમ કહેવાય છે તે આ વીડિયો જોઈને સમજાઈ જશે

ચેતન પટેલ/સુરત :દિવાળી (Diwali) માં ફટાકડાથી અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ક્યાંક આગ લાગવાના બનાવ બને છે, તો ક્યાંક દાઝવાના. આ કારણે જ ફટાકડા ફોડતા સમયે સાવચેતી રાખવાની બહુ જ જરૂર છે. બાળકોએ માતાપિતાની હાજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ તેવી સલાહ હંમેશા આપવામા આવે છે. સુરતમાં એવી ઘટના સામે આવી છે, જેમાં બાળકો ફટાકડા ફોડવા બેસ્યા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો (viral video) સામે આવ્યો છે. 

સુરતની યોગીચોક તુલસી દર્શન સોસાયટીમાં આ ઘટના (fire video) બની હતી. સોસાયટીના કેટલાક બાળકો ગટર પાસે ફટાકડા ફોડવા બેસ્યા હતા. ત્યારે અચાનક ફટાકડાને સળગાવતા ગટરમાંથી બ્લાસ્ટ થયો હતો. જેથી તમામ બાળકો ત્યાંથી હટી ગયા હતા. જો બાળકો સમયસર ગટર પાસેથી ખસ્યા ન હોત તો તેમની સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, બાળકો મોઢાના ભાગે દાઝ્યા હતા. 

આ કારણે જ ફટાકડા ફોડતા સમયે બાળકો પર ધ્યાન રાખવુ જરૂરી હોય છે. રસ્તા પરની ગટરમાં ગેસ હોય છે. બાળકોએ તેના ઉપર ફટાકડા ફોડતા જ મોટો બ્લાસ્ટ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાંચ બાળકો ફટાકડા ફોડતા હતા તે સમયે તેમના માતાપિતામાંથી કોઈ પણ ત્યાં હાજર ન હતું.